ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી છે તેમ સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે. એવામાં વલસાડમાંથી એક ગંભીર હિટ એન્ડ રનના અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં કાર ચાલકે બાઈક સવારને અડફેટે લીધો હતો, જેમાં કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો અને બાઈક સવારનું મોત થયું હતું.

