Home / Gujarat / Ahmedabad : Gang caught committing fraud in the name of Paytm Sound Box

અમદાવાદ: પેટીએમ સાઉન્ડ બોક્સના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ

અમદાવાદ: પેટીએમ સાઉન્ડ બોક્સના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ

અમદાવાદ સહિત રાજ્યમાં ઠગ ટોળકી વિવિધ નામે છેતરપિંડી આચરતી હોય છે. હવે આ ગેંગ પેટીએમ સાઉન્ડ બોક્સના નામે છેતરપિંડી આચરી રહી છે. આવી જ ઘટના એક વૃદ્ધ સાથે બે વ્યક્તિઓ દ્વારા ડેબિટ કાર્ડની ઓનલાઈન અરજી કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. મોબાઈલ ફોનમાં એપ્લિકેશન પાસવર્ડ મેળવી બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરી 5.99 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. જેની વૃદ્ધે સાયબર છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પેટીએમનું સાઉન્ડ બોક્સ ચાર્જ ફ્રી કરાવવા દુકાનદારોનો મોબાઈલ ફોન મેળવીને તેમાંથી બેંકિંગ પિન નંબર જાણી લેવામાં આવતો ત્યારબાદ દુકાનદારો પાસેથી તેમને ફોન લઈને નાણાં ટ્રાંસફર કરી દેવામાં આવતા હતા. નાણાં ટ્રાન્સફર કર્યા બાદ ઈનલિગલ ગેમિંગ સાઇટમાં પોતાના એકાઉન્ટમાં નાખી દેવામાં આવતા હતા. આવી રીતે આ કુખ્યાત ગેંગે ૧૦ શહેરોના ૫૦૦ લોકોને બનાવ્યા પોતાના શિકાર બનાવ્યા હતા. જેમાં રૂપિયા એકથી બે કરોડની છેતરપિંડી આચરી હતી. આ ગેંગમાં રહેલો પ્રિતમ નામનો આરોપી ખાનગી પેટીએમ કંપનીમાં કામ કરી ચુક્યો હતો. જેથી ઓનલાઈન ટ્રાંઝેક્શનની બધી ટ્રીક તે જાણતો હતો. પ્રીતમ સામે છેલ્લા ત્રણ વર્ષમાં હત્યા મારામારી જેવા 10થી વધુ ગુના પણ દાખલ છે. જેથી પ્રિતમ નામનો આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓની પણ અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. 

Related News

Icon