
Ahmedabad News: સમગ્ર ગુજરાત જાણે ડ્રગ્સ માફિયાનું હબ બની ગયું હોય તેમ ઠેક ઠેકાણેથી ડ્રગ્સ ઝડપાવવાના સમાચાર સામે આવી રહ્યા છે. એવામાં અમદાવાદમાંથી ડ્રગ્સ ઝડપાયું હોવાની માહિતી મળી રહી છે. અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં SMCએ દરોડા પાડ્યા હતા. જેમાં પાંચ લાખથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાંથી 5.55 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. 55.530 ગ્રામ ડ્રગ્સ સાથે મુસ્તાક શેખ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આકિબ અહેમદ નામનો આરોપી ફરાર છે. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.