
Ahmedabad News: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે સમાચાર સામે આવી રહ્યા છે. આજે સાંજે 7 વાગ્યા સુધીમાં 253 DNA મેચિંગના રીઝલ્ટ આવ્યા 240 પેસેન્જર અને 1 નોન પેસેન્જર છે. અત્યાર સુધીમાં 19 નોન પેસેન્જરમાં 13 મૃતદેહના DNA મેચ થયા અને 6 ફેશિયલ આઇડેન્ટિટી કરી પાર્થિવ દેહ એમના સ્વજનને આપી દેવામાં આવ્યા છે. 253+6= 259 વ્યક્તિઓની ઓળખ થઈ ચૂકી છે.
259માંથી 256 પાર્થિવ દેહ તેમના સ્વજનોને આપી દેવામાં આવ્યા છે. જેમાં 180 ઇન્ડિયન, 19 નોન પેસેન્જર, 49 UK,7 પોર્ટુગીઝ, 1 કેનેડિયન સામેલ છે. 3 UK નાગરિકના પાર્થિવ દેહ PM રૂમ પર છે. પાર્થિવ દેહ 28 બાય એર, 228 એમ્બ્યુલન્સ દ્વારા બાય રોડ તેમના વતન પહોંચાડવામાં આવ્યા છે.