Home / India : Air Force helicopter makes emergency landing in a field in Saharanpur

VIDEO: સહારનપુરમાં વાયુસેનાના હેલિકોપ્ટરનું ખેતરમાં ઇમરજન્સી લેન્ડિંગ, બંને પાયલોટ સુરક્ષિત

શુક્રવારે ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ. ચિલકાણા પોલીસ સ્ટેશન વિસ્તારના યમુના નદી કિનારે આવેલા ગામમાં રૂટિન વાયુ અભ્યાસ દરમિયાન વાયુસેનાના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા ખેતરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. જોકે, બંને પાયલોટ સુરક્ષિત છે. ઇમરજન્સી લેન્ડિંગની માહિતી મળતાં જ વાયુસેના અને પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એસપી ગ્રામીણ સાગર જૈને જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં વાયુસેનાના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ઘટનામાં કોઈ નુકસાન થયું નથી. બંને પાયલટો પણ સુરક્ષિત છે. પરંતુ હેલિકોપ્ટરે સરસાવણથી કે અંબાલા વાયુસેના સ્ટેશન એ બેમાંથી ક્યાંથી ઉડાન ભરી હતી તેની હજુ સુધી જાણ થઈ નથી.

Related News

Icon