
આ વર્ષે અક્ષય તૃતીયાનું શુભ પર્વ 30 એપ્રિલના રોજ મનાવવામાં આવશે. ભલે આ દિવસે ખરીદીનું ખૂબ મહત્ત્વ હોય, પરંતુ અક્ષય તૃતીયાના દિવસે કેટલીક વસ્તુઓ ખરીદવી અશુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે ઘર માટે આ 4 વસ્તુઓ ખરીદવાથી જીવનમાં અશુભતા આવે છે. આ ઉપરાંત ઘરમાં ગ્રહ અને વાસ્તુ દોષ રહે છે.
તીક્ષ્ણ વસ્તુઓ:
અક્ષય તૃતીયાના દિવસે ભૂલથી પણ છરી, કાતર, કુહાડી વગેરે જેવી ધારદાર અને તીક્ષ્ણ વસ્તુઓ ન ખરીદવી જોઈએ. આ દિવસે આવી વસ્તુઓ ખરીદવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ ખરીદવાથી ઘરમાં કલેહ, મતભેદ અને ઝઘડા થવાની શક્યતા રહે છે.
કાળા રંગની વસ્તુઓ
શાસ્ત્રોમાં કાળા રંગને અશુભ માનવામાં આવે છે. તેથી અક્ષય તૃતીયાના શુભ દિવસે કાળા કપડાં, કાળા ફર્નિચર, કાળા રંગની ઇલેક્ટ્રોનિક વસ્તુઓ વેગેરે વસ્તુઓ ખરીદવાનું ટાળો, નહીં તો તમારે દુર્ભાગ્યનો સામનો કરવો પડી શકે છે.
એલ્યુમિનિયમ અને સ્ટીલના વાસણો
અક્ષય તૃતીયાના દિવસે સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણો પણ ન ખરીદવા જોઈએ. આવું કરવું અશુભ સાબિત થાય છે. જો તમે અક્ષય તૃતીયા પર કંઈક ખરીદવા માંગતા હો, તો સોના અને ચાંદીની વસ્તુઓ ખરીદો. જે આ દિવસે ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
કાંટાવાળા છોડ
અક્ષય તૃતીયાના દિવસે કાંટાવાળા છોડ ખરીદીને ઘરે લાવવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં તીક્ષ્ણ કાંટાવાળા છોડ લાવવાથી તમારા જીવનમાં અને ઘરમાં દરિદ્રતા આવે છે. અક્ષય તૃતીયાને વર્ષનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે કેટલાક લોકો ઘરમાં હવન કરે છે તેમજ દાન પણ કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજાનું ખૂબ મહત્ત્વ છે અને ભક્તો આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા - અર્ચના કરે છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.