Home / Gujarat / Amreli : Liquor Sale in Amreli BJP Leaders Allegations Against Police

અમરેલીમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ: ભાજપના દિગ્ગજ નેતાઓ આવ્યા મેદાને; પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

અમરેલીમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ: ભાજપના દિગ્ગજ નેતાઓ આવ્યા મેદાને; પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

અમરેલીમાં ભાજપના નેતા વિપુલ દુધાતે અમરેલીના પોલીસ અધિકારીઓ પર ગેરકાયદે પ્રવૃતિઓ, ખાસ કરીને ખુલ્લેઆમ દારૂના વેચાણને રોકવામાં નિષ્ફળ રહ્યાનો આરોપ લગાવ્યો હતો. વિપુલ દુધાતે આ મામલે અમરેલીના DySpને રજૂઆત કરી હતી. જવાબમાં અમરેલીના Dyspએ ભાજપના કાર્યાલયને બંધ કરવાની ધમકી આપી હતી. આ ઘટનાને કારણે ફરી એક વખત અમરેલીમાં રાજકારણ ગરમાયું છે. અમરેલી જિલ્લાના ભાજપના દિગ્ગજ નેતાઓ મેદાનમાં આવ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દિલીપ સંઘાણી પણ આવ્યા મેદાનમાં

ઇફકોના ચેરમેન અને ભાજપના નેતા દિલીપ સંઘાણી પણ વિપુલ દુધાતના સમર્થનમાં આવ્યા છે અને કહ્યું કે દુધાતના આક્ષેપો સાચા છે અને ગેરકાયદે પ્રવૃતિઓ પોલીસની રહેમ નજર હેઠળ ચાલી રહી છે. વિપુલ દુધાતના નિવેદનને પગલે દિલીપ સંઘાણી બાદ હવે પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

નારણ કાછડીયાનો પોલીસ પર ગંભીર આરોપ

પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ કહ્યું કે, "ભાજપના કાર્યાલયને ચલાવવા માટે SPએ એવું કહ્યું કે તમે ફંડ ક્યાથી લાવો છો અને કાર્યાલય કેવી રીતે ચલાવો છો તેની તપાસ કરવી પડશે. પાર્ટી કાર્યાલય ભાજપનો કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે નહીં કે તમારી જેમ રેતી કે દારૂના હપ્તા લઇને એશો આરામ કરો તેવું નથી.રેતી અને દારુ કોઇ ધંધો કરતા હોય અને એજન્સી હોય તો પોલીસની જ છે. SPએ વિપુલ દુધાતને એવું કહ્યું કે દારુ પીવાવાળાને તમે કહો કે બંધ થઇ જાય એ જવાબદારી દુધાતની છે કે પોલીસની છે.તમે દારૂના બુટલેગર પાસેથી હપ્તા લો છો અને દારુ પીવે તેની પાસેથી પણ પૈસા લો છો." 

શું છે ઘટના?

ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય વિપુલ દુધાતે અમરેલીમાં ખુલ્લેઆમ દારૂના વેચાણ મામલે Dyspને રજૂઆત કરી હતી અને આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.  વિપુલ દૂધાતની રજૂઆતનો Dysp ચિરાગ દેસાઇએ તેમની વાતને યોગ્ય રીતે ધ્યાનમાં લીધી નહતી. 

આ ઘટનાને લઇને દિલીપ સંઘાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.દિલીપ સંઘાણીએ પણ પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, 'અમરેલીમાં Dysp- પોલીસની રહેમરાહે ગેરકાયદેસર પ્રવૃતિ ચાલે છે. દારુ, રેતી ખનન સહિતની ગેરકાયદે પ્રવૃતિ અંગે વિગતો મેળવીને ઉજાગર કરીશ.'

 

Related News

Icon