
આણંદ જીલ્લાના આંકલાવના પરિવારને આત્મહત્યા કરે તે પહેલા જ પોલીસે બચાવી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. મહિસાગર નદીના બ્રિજ ઉપરથી આત્મહત્યા કરવા નીકળેલા પિતા સહિત ચાર લોકોને પોલીસે બચાવી લીધા હતા.
આત્મહત્યા કરવા નીકળેલા પરિવારને પોલીસે બચાવ્યો
આંકલાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉમેટા મહિસાગર નદીના બ્રિજ ઉપરથી નદીમાં પડી આત્મહત્યા કરવા નીકળેલા પિતા સહિત ચાર લોકોને પોલીસે બચાવી લીધા હતા.
પિતા સહિત માસુમ ત્રણ દિકરીઓના જીવ બચાવી સમય સુચકતા વાપરી આંકલાવ પોલીસે માનવ જીવનની ઉમદા કામગીરી કરી હતી. પોલીસે એક નહીં પણ ચાર જીવ બચાવ્યા હતા. પોલીસે આત્મહત્યા કરવા નીકળેલા પિતા સહિત ત્રણ દીકરીઓને સમજાવીને પરત મોકલ્યા હતા.જોકે, આ પરિવાર કેમ આત્મહત્યા કરવા નીકળ્યો હતો તેનું પ્રાથમિક કારણ જાણવા પોલીસ પ્રયાસ કરી રહી છે.