Home / India : BJP may pick its first woman national president race 3 name

ભાજપને મળી શકે છે પ્રથમ મહિલા અધ્યક્ષ, રેસમાં આ 3 નામ ચર્ચામાં

ભાજપને મળી શકે છે પ્રથમ મહિલા અધ્યક્ષ, રેસમાં આ 3 નામ ચર્ચામાં

ભારતીય જનતા પાર્ટી (BJP)ના વર્તમાન અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી 2023માં પૂર્ણ થઇ ગયો છે પરંતુ તેને વધારવામાં આવ્યો હતો. હવે પાર્ટી કોઇ મહિલાને અધ્યક્ષ બનાવી શકે છે.પાર્ટીનું ટોચનું નેતૃત્ત્વમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે જેમાં કેટલાક મહિલા નેતાના નામ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે નિર્મલા સીતારમણ, વનથી શ્રીનિવાસન અને ડી પુરંડેશ્વરીનું નામ ચર્ચામાં છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નિર્મલા સીતારમણ

દેશના વર્તમાન નાણા મંત્રી નિર્મલા સીતારમણ આ રેસમાં સૌથી આગળ છે. નિર્મલા સીતારમણે તાજેતરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ સાથે પાર્ટીની ઓફિસમાં મુલાકાત કરી હતી. 

જો નિર્મલા સીતારમણને આ પદ માટે પસંદ કરવામાં આવે છે તો તેમના પ્રમોશની ભાજપ દક્ષિણ ભારતમાં પોતાની પકડ મજબૂત કરી શકે છે. આ સાથે જ મોદી સરકારના મહિલા સશક્તિકરણના સંકલ્પને પણ ભાર મળશે. વર્તમાનમાં નાણા મંત્રીના રૂપમાં કાર્યરત નિર્મલા સીતારમણે પહેલા સંરક્ષણ વિભાગની જવાબદારી સંભાળી હતી અને પાર્ટીના સંગઠનાત્મક ઢાંચાની અંદરનો લાંબો અનુભવ પણ છે.

ડી.પુરંદેશ્વરી

ડી. (દગ્ગુબાતી) પુરંદેશ્વરીનું આંધ્ર પ્રદેશના રાજકારણમાં મહત્ત્વનું સ્થાન છે. પુરંદેશ્વરી આંધ્ર પ્રદેશના સાંસદ અને તેમને રાજ્યમાં ભાજપ અધ્યક્ષની જવાબદારી પણ સંભાળી છે. પુરંદેશ્વરી, સુષ્મા સ્વરાજ જેવી પ્રભાવશાળી વક્તા માનવામાં આવે છે. પુરંદેશ્વરીની તેલુગુ,તમિલ, હિન્દી, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષામાં સારી પકડ છે.

જુલાઇ 2023માં આંધ્ર પ્રદેશમાં પુરંદેશ્વરીને ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આટલુ જ નહીં, પુરંદેશ્વરીને વિવિધ દેશોમાં ગયેલા પ્રતિનિધિમંડળ માટે પણ પસંદ કરવામાં આવ્યા હતા જેમને વિદેશોમાં જઇને પાકિસ્તાનની પોલ ખોલી હતી. દક્ષિણ ભારતમાં તે પાર્ટીનો મોટો ચહેરો બની શકે છે.

વનથી શ્રીનિવાસન

વનથી શ્રીનિવાસન એક જાણીતા વકીલમાંથી રાજનેતા બન્યા છે, જે વર્તમાનમાં તમિલનાડુ વિધાનસભામાં કોઇમ્બતૂર સાઉથમાંથી ભાજપના ધારાસભ્ય છે. વનથી શ્રીનિવાસનની રાજકીય સફર 1993માં ભાજપ સાથે જોડાવાની સાથે શરૂ થઈ હતી અને ત્યારથી તે પાર્ટીના સંગઠનમાં સતત આગળ વધતા ગયા છે. વનથીએ તમિલનાડુ ભાજપમાં રાજ્ય સચિવ (2013-14), મહાસચિવ (2014-2020) અને રાજ્ય ઉપાધ્યક્ષ (2020) જેવી મહત્ત્વપૂર્ણ ભૂમિકા નીભાવી છે.

વનથીને ઓક્ટોબર 2020માં ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ જવાબદારી તેમને તે સમયે સંભાળી હતી જ્યારે પાર્ટી મહિલાઓ વચ્ચે પોતાનો આધાર મજબૂત કરવા પર ભાર મુકતી હતી. 2022માં તેમને ભાજપના કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા હતા. આ પ્રતિષ્ઠિત સમિતિમાં જગ્યા મેળવનાર તે પ્રથમ તમિલ મહિલા હતા. આ નિયુક્તિ તેમના વધતા પ્રભાવ અને પાર્ટી પ્રત્યે લાંબા યોગદાનનું પ્રમાણ છે.

RSS કેટલું તૈયાર?

સૂત્રો અનુસાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ પણ મહિલા નેતૃત્ત્વને લઇને સકારાત્મક વલણ અપનાવ્યું છે, તેમનું માનવું છે કે મહિલા નેતૃત્ત્વનું પ્રતીકાત્મક અને રણનીતિક બન્ને દ્રષ્ટિકોણથી મોટી અસર પડશે. તાજેતરના વર્ષોમાં ભાજપને મહિલા મતદારોનું મોટું સમર્થન મળ્યું છે, ખાસ કરીને મહારાષ્ટ્ર, હરિયાણા અને દિલ્હી જેવા રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં. પાર્ટીની મહિલા કેન્દ્રિત યોજનાઓ અને લાભાર્થી વોટ બેન્કની રણનીતિને મજબૂત કરવા માટે આ મહત્ત્વનું પગલુ માનવામાં આવે છે.

 

Related News

Icon