
ગુજરાતમાંથી અચાનક 20 પાકિસ્તાની અને 70 બાંગ્લાદેશીઓ લાપતા થયા છે. મળતા અહેવાલ પ્રમાણે ભારતમાં જાસૂસો પકડવાનો સિલ સિલો સતત ચાલી રહ્યો છે. ત્યારે આ વચ્ચે ઓવર સ્ટે વિદેશીઓ અચાનક ફરાર થઈ ગયા છે.
આ ઘટના પછી દેશની સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર
આ ઘટના પછી દેશની સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. એક તરફ દેશના વિવિધ રાજ્યોમાંથી જાસુસોની ધરપકડ થઈ રહી છે, ત્યારે ગુજરાતમાંથી લાપતદા પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓએ દેશની સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો કર્યો છે. જે ફરાર છે તેમને તાત્કાલિકના ધોરણે ઝડપી લેવા માટે આદેશ કરવામાં આવ્યો હતો.