
Donald Trump: જગત જમાદાર એવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને બેંઝામિન નેતન્યાહૂ ગાઝાના ફાઈનલ વૉર પ્લાન માટે તૈયાર છે. ઈઝરાયલના પીએમ બેંઝામિન નેતન્યાહૂ સોમવારે આ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફ્લોરિડામાં મુલાકાત કરવાના છે. છેલ્લી મળતી માહિતી અનુસાર નેતન્યાહૂ ઈઝરાયલથી અમેરિકા જવા રવાના પણ થઈ ગયા છે.
ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શું ગાઝાનો ફાઈનલ વૉર પ્લાન તૈયાર કર્યો છે, શું હવે ઈઝરાયલ ગાઝા પર સમગ્ર રીતે કબ્જો કરી લેશે, અને છેલ્લે ટ્રમ્પ અને ઈઝરાયલ ગાઝામાં હવે શું ઈચ્છે છે....આ તમામ મુદ્દા પર બંને નેતાઓ સોમવારે ફ્લોરિડામાં મુલાકાત કરવાના છે. ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બન્યા પછી વ્હાઈટ હાઉસમાં આ નેતન્યાહૂની સાથે તેઓની બીજી બેઠક મળશે.
મળતી માહિતી અનુસાર, નેતન્યાહૂની ઓફિસે શનિવારે આ બંને નેતાઓની મુલાકાત થવાનું સત્તાવાર રીતે જણાવ્યું છે. આ મુલાકાત એવા સમયે મળી રહી છે જ્યારે ઈઝરાયલે હમાસના કટ્ટરપંથીઓ ઉપર દબાણ માટે ગાઝા પટ્ટીમાં એક નવી સુરક્ષા કોરિડોરમાં સૈન્ય તૈનાત કરી રહ્યું છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે, ઈઝરાયલ આ વિસ્તારના મોટા હિસ્સા ઉપર કબ્જો જમાવશે અને તેને પોતાના સુરક્ષા ઝોનમાં સામેલ કરશે. ગત મહિને ઈઝરાયલે યુદ્ધવિરામ તોડતા ગાઝા પર અચાનક બોમ્બમારો કર્યો હતો, વ્હાઈટ હાઈસે પણ આ પગલાંને ટેકો આપ્યો હતો.
ગાઝા ઉપર ઈઝરાયલ કબ્જો જમાવશે
ઈઝરાયલે સંકલ્પ લીધો છે કે, જ્યાં સુધી હમાસ 7 ઑક્ટોબર-2023ના આતંકવાહી હુમલામાં બંધક બનાવેલા લોકોને મુક્ત નહિ કરે, પોતાના હથિયાર હેઠા નહિ મૂકે અને ગાઝામાંથી બહાર નહિ નીકળે ત્યાં સુધી યુદ્ધ ચાલુ રાખશે. નેતન્યાહૂની ઑફિસે સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં જણાવ્યું કે, નેતન્યાહૂ અને ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ મુદ્દે અમારા બંધકોને પરત કરવાના પ્રયાસો, ઈઝરાયલ-તુર્કિએ સંબંધો, ઈરાનથી ખતરો જેવા ઘણા મુદ્દા પર પણ ચર્ચા કરશે. જ્યારે આ ઉપરાંત આ વખતે ઈઝરાયલની સેના ગાઝામાં કબ્જો જમાવવાના ઈરાદાથી ઘુસી છે.