
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ 27 મેના રોજ આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની સમય મર્યાદામાં વધારો કર્યો છે. CBDTએ આવકવેરા રિટર્ન ફાઈલ માટેની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2025 થી વધારીને 15 સપ્ટેમ્બર, 2025 કરી છે. આ નિર્ણય આવકવેરા વિભાગ દ્વારા X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા શેર કરવામાં આવી છે.
આવકવેરા વિભાગે તેની પોસ્ટમાં લખ્યું, "ટેક્સપેયર્સ ધ્યાન આપો, CBDT એ ITR માટે છેલ્લી તારીખ 31 જુલાઈ 2025 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે જે ફાઇલ કરવાની હતી. હવે રિટર્ન ફાઈલ કરવાની નવી અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર 2025 છે.
https://twitter.com/IncomeTaxIndia/status/1927323353251012645
ITR ફોર્મમાં ફેરફારને કારણે સમયમર્યાદા લંબાવવામાં આવી
વિભાગે જણાવ્યું હતું કે આ વધારો એટલા માટે આપવામાં આવ્યો છે કારણ કે ITR ફોર્મમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સિસ્ટમ અપડેટ કરવા અને TDS ક્રેડિટ સંબંધિત ટેકનિકલ કાર્ય પૂર્ણ કરવા માટે પણ વધારાનો સમય જરૂરી છે.