Arvalli aksmat news: અરવલ્લી જિલ્લાના માલપુર પાસે ટ્રક-ટ્રેક્ટર અકસ્માતના CCTV સામે આવ્યા છે. આ અકસ્માતમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જણાવી દઈએ કે, માલપુરના ગોવિંદપુરાકંપા પાસે પાટીદાર પેટ્રોલ પંપ સામે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટર ઉભું હતું ત્યારે પાછળથી આવેલા ટ્રક ચાલકે ટક્કર મારતા ટ્રેક્ટર પલટી ગયું હતું.
માલપુરના ગોવિંદપુરા કંપા નજીક પાટીદાર પેટ્રોલ પંપ પાસે સેન્ટિંગનો સામાન ભરીને ઉભેલા ટ્રેક્ટર સાથે ટ્રક અથડાઈ હતી. જેના CCTV સામે આવ્યા છે. ટ્રક ચાલકે ટ્રેક્ટરને ટક્કર મારતા ટ્રેક્ટર પલ્ટી ખાઈ ગયું હતું. આ ટ્રેક્ટરમાં મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામના સાત લોકો સવાર હતા. અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર અને અન્ય છ લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને 108 દ્વારા માલપુર સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.