વડોદરાના વાઘોડિયા તાલુકામાં માળોધર રોડ પર હિટ એન્ડ રનની ઘટના ઘટી છે. ડમ્પરે એક્ટીવાને અડફેટે લેતા એક્ટિવા સવાર માતા-દીકરી ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં 12 વર્ષીય દીકરી કાવ્યા પટેલએ જીવ ગુમાવ્યો છે. અકસ્માતની આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જયારે ડમ્પરચાલક અકસ્માત સર્જી ફરાર થઇ જતા વાઘોડિયા પોલીસે ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના 27, માર્ચના રોજ બની છે, જેમાં શુક્રવારે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

