Home / India : Goa Health Minister publicly apologizes to IMA and CMO

ગોવાના સ્વાસ્થ્ય મંત્રીએ IMA અને CMOની જાહેરમાં માંગી માફી

ગોવાના સ્વાસ્થ્ય મંત્રીએ IMA અને CMOની જાહેરમાં માંગી માફી

ગોવાના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (GMCH)માં એક વરિષ્ટ ડોક્ટર સાથે થયેલા વિવાદ પછી જાહેરમાં માંગવી પડી છે. આ વિવાદ ત્યારે શરુ થયો જ્યારે રાણેએ શનિવારે GMCH ના ઈમરજન્સી વોર્ડમાં અચાનક નિરીક્ષણ કર્યું અને એક દર્દી સાથે કથિત રીતે દુર્વ્યવહાર કરવાના આરોપસર ચીફ મેડિકલ ઓફિસર (CMO)ડો. રુદ્રેશ કુટીકરને સસ્પેન્ડ કર્યો હતા. 
 
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે પછી રાણેને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) અને વિપક્ષી પક્ષો તરફથી આકરી ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આરોગ્ય મંત્રીએ માફી માંગી

આરોગ્ય મંત્રી વિશ્વજીત રાણેએ મીડિયા સાથેની ખાસ વાતચીત કરતાં કહ્યું કે, 'હું IMAની માફી માંગવા માંગુ છું. મારો ઈરાદો સાચો હતો, પરંતુ મારા શબ્દો ખોટા હતા. હું માત્ર એક દર્દી માટે ઉભો રહ્યો. હું CMOની પણ માફી માંગવા ઈચ્છું છું.'

'રાજકીય રંગ આપવા નહોતો માંગતો'

તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે આ મુદ્દાને તેઓ રાજકીય રંગ આપવા નહોતા માંગતા. રાણેએ કહ્યું, 'હું તેને રાજકીય બનાવવા માંગતો નથી. હું દર્દીનું દુઃખ સમજું છું, કારણ કે મારી માતા પોતે કેન્સરથી પીડિત છે.'

શું હતો આખો મામલો 

હકીકતમાં શનિવારે વિશ્વજીત રાણેને એક વરિષ્ઠ પત્રકાર તરફથી ફરિયાદ મળી કે, તેમના સાસુ કે, જે હાલમાં એક વૃદ્ધ મહિલા છે અને સાયટિકાથી પીડાય છે, તેમને GMCHના ઈમરજન્સી વોર્ડમાં ઈન્જેક્શન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ ફરિયાદના આધારે રાણેએ તાત્કાલિક કાર્યવાહી કરી અને ડૉ. કુટીકરને જાહેરમાં ઠપકો આપ્યો અને તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો.


વાયરલ વીડિયોમાં રાણે ડૉક્ટરને કહેતા સાંભળી શકાય છે કે, તમારે તમારી જીભ પર કાબુ રાખતા શીખવું જોઈએ. તમે ડૉક્ટર છો, દર્દીઓ સાથે યોગ્ય રીતે વર્તન કરો.

Related News

Icon