
ગુજરાતની કોર્ટે ખાસ ચુકાદો સંભળાવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના વાડજ વિસ્તારમાં વર્ષ 2021માં રૂપિયાની લેતીદેતીમાં થયેલી હત્યાના ગુનામાં કોર્ટે આરોપીને સખ્ત સજા ફટકારી છે. મળતા અહેવાલ પ્રમાણે આરોપી વિજય ભીલને આજીવન કેદની સજા ફટકારતા અમદાવાદ સિટી સિવિલ એન્ડ શેસન્સ કોર્ટે મહત્વનું અવલોકન કર્યું છે.
2021માં રૂપિયાની લેતીદેતીમાં થયેલી હત્યાના ગુનામાં કોર્ટે આરોપીને સંભળાવી સજા
કોર્ટે ચૂકાદામાં ટાંક્યું કે જેમ દાંત વગરના કે વિષ વગરના કોબ્રાનું કોઈપણ સન્માન કરતું નથી તેને ગળામાં ભરાવી સેલ્ફી લેવામાં ઉપયોગ કરે છે, તેમ જ જો કાયદો જ શૌર્યહીન હશે અને દુર્જનને દંડ નહિ આપે તો વિધિ વિધાનનું સન્માન કોણ કરશે?.દોષિતોને સમયસર દંડ થશે તો જ સમાજમાં કાયદાનું પાલન થશે અને અરાજકતા ઘટશે.
ઉધાર રૂપિયા પરત ન મળતા શખ્સે કરી નાખી હત્યા
મળતા અહેવાલ પ્રમાણે વિજય ભીલ નામના શખ્સે એક યુવાનને ઉધાર 10 હજાર રૂપિયા આપ્યા હતા તો બીજી તરફ ઉધાર આપેલા રૂ. 10 હજાર પરત નહીં કરવા બાબતે વિજય ભીલ નામનાં શખ્સે યુવકની હત્યા કરી હતી. આ કેસમાં હવે સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. તમામ પુરાવા અને સાક્ષીઓનાં આધારે આરોપી વિજય ભીલ દોષી સાબિત થતા કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સમગ્ર કેસમાં 22 જેટલા સાહેદોને તપાસવામાં આવ્યા હતા.