ગુજરાતના મોટા શહેરોમાં બહારગામથી અભ્યાસ કે નોકરી અર્થે આવતાં વિદ્યાર્થીઓ તેમ જ અન્ય લોકોને ઓછા ખર્ચે રહેવા અને જમવા સહિતની પેઇંગ ગેસ્ટ સુવિધાઓ હાલ ખૂબ જ પ્રચલિત છે. આ પ્રકારની પીજી સુવિધા રહેણાંક એપોર્ટમેન્ટ, ફલેટ કે બંગલોની સ્કીમમાં ચલાવવામાં આવે છે, ઘણીવાર ન્યુસન્સના બનાવો પણ બનતા હોય છે અને તેના કારણે આડોશ પાડોશના લોકોને તણાવ-ઘર્ષણની પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે. ઘણીવાર તો મામલો પોલીસ સ્ટેશનો સુધી પહોંચતો હોય છે. ત્યારે અમદાવાદના શિવરંજની વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં ચાલતા PGની મિલકત સીલ કરવામાં આવતાં મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો.

