Home / World : Trump's unique offer to Canada, 'Become 51st state of America,'

ટ્રમ્પની કેનેડાને અનોખી ઓફર ઓફર, 'અમેરિકાનું 51મુ રાજ્ય બનો, અમે તમને મફતમાં..'

ટ્રમ્પની કેનેડાને અનોખી ઓફર ઓફર, 'અમેરિકાનું 51મુ રાજ્ય બનો, અમે તમને મફતમાં..'

Donald Trump On Canada : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે (27 મે) પોતાના પ્રસ્તાવિત 175 અરબ ડોલરના 'ગોલ્ડન ડોમ' મિસાઈલ ડિફેન્સ સિસ્ટમમાં મફતમાં જોડાવવા માટે કેનેડાના આમંત્રિત કર્યું હતું. જેમાં ટ્રમ્પે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બની જવા માટેની શરત મુકી હતી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, 'મે કેનેડાને કહ્યું હતું કે, તે એક અલગ રાષ્ટ્ર બની રહેશે તો તેમને 61 બિલિયન ડોલર ખર્ચ કરવો પડશે અને જો કેનેડા અમારુ પ્રિય 51મું રાજ્ય બનશે તો તેમને શૂન્ય ડોલર ખર્ચ થશે.'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમેરિકાનું 51મું રાજ્ય બની જવા કેનેડાને ઓફર
રાષ્ટ્રપતિએ પોતાની પોસ્ટમાં દાવો કર્યો હતો કે, 'કેનેડા આ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે.' જ્યારે કેનેડાએ હજુ સુધી રાજ્યના દાવા પર સત્તાવાર રીતે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ગત અઠવાડિયે ડોનાલ્ડ ટ્રમ્પે ગોલ્ડન ડોમ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની યોજનાનું અનાવરણ કર્યું હતું. આ 175 બિલિયન અમેરિકી ડોલરની મલ્ટીલેયર્ડ સિસ્ટમ છે, જે પહેલીવાર અમેરિકી હથિયારોને અવકાશમાં લઈ જશે. ઓવલ ઓફિસમાંથી બોલતા ટ્રમ્પે કહ્યું કે, 'મને આશા છે કે આ સિસ્ટમ 2029 સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે અને અવકાશમાંથી છોડવામાં આવે તો પણ મિસાઇલોને અટકાવી શકાશે.'

ટ્રમ્પની ઓફર પર કેનેડાનું શું છે વલણ?
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીનું માનવું છે કે, તેમની સરકાર ગોલ્ડન ડોમ પ્રોગ્રામમાં ભાગીદારી માટે અમેરિકા સાથે વાતચીત કરી રહી છે. માર્ક કાર્નીએ ગત અઠવાડિયામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, 'સુરક્ષાના પગલાં લેવા એ કેનેડિયનો માટે સારું છે.' તેમણે એડવાન્સ મિસાઈલ શીલ્ડને લઈને રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને અન્ય સિનિયર અમેરિકી અધિકારીઓ સાથે ચર્ચાની પુષ્ટિ કરી હતી. 

ગોલ્ડન ડોમ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને હુમલાના તમામ ચાર જરૂરી ચરણોમાં જમીન અને અવકાશના મિસાઈલ ખતરાને પહોંચી વળવા માટે ડિઝાઈન કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં તેનું કાર્ય પ્રક્ષેપણ પહેલાં મિસાઇલોને નિષ્ક્રિય કરવી, પ્રારંભિક ઉડાન તબક્કા દરમિયાન તેને અટકાવવા, વચ્ચે રોકવા અને અથડાતા પહેલા છેલ્લી ક્ષણે રોકવાનું છે.

 

Related News

Icon