ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના ઉમરડામાં ખનિજ ચોરીના મામલે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાંત અધિકારીની આગેવાની હેઠળ મોડી રાત્રે પાડવામાં આવેલા દરોડામાં 15 જેટલી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો ઝડપાઈ છે, જે ખાનગી માલિકીની જમીનો પર ચાલી રહી હતી.
300 ટન જેટલો કાર્બોસેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો
આ કાર્યવાહીમાં 300 ટન જેટલો કાર્બોસેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો, અને 200થી વધુ મજૂરોને ખાણોમાંથી બહાર કાઢી તેમના વતન પરત મોકલવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ગેરકાયદેસર કાર્બોસિલની ખાણોમાં અગાઉ પણ સંખ્યાબંધ વખત અકસ્માતો સર્જાયા છે, જેમાં કેટલાય મજૂરોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.