મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે મોટી દુર્ઘટના ટળી છે. અહીં રન-વે પર ઉભેલી અકાસા એરલાઈન્સની ફ્લાઈટ સાથે કાર્ગો ટ્રકની ટક્કર થઈ છે. દુર્ઘટના બાદ એરલાઈન્સે કહ્યું કે, ‘ગ્રાઉન્ડ પર અકાસા એરલાઈન્સનું વિમાન ઉભુ હતું, આ દરમિયાન થર્ડ પાર્ટી ગ્રાઉન્ડ હેન્ડલરનું કાર્ગો ટ્રક તેની સાથે અથડાયું છે. દુર્ઘટના બાદ વિમાનની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

