Home / Gujarat / Gandhinagar : Civil defense mock drill will be held in 18 cities of Gujarat

આવતીકાલે સાંજે ગુજરાતના 18 શહેરોમાં યોજાશે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ, આ વિસ્તારોમાં વાગશે સાયરન

આવતીકાલે સાંજે ગુજરાતના 18 શહેરોમાં યોજાશે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ, આ વિસ્તારોમાં વાગશે સાયરન

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. ત્યારે ભારતે જવાબી કાર્યવાહીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાકિસ્તાન સાથે યુદ્ધની આશંકાને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મોકડ્રીલના આદેશ આપવામાં આવ્યા છે. જે અંતર્ગત આવતીકાલે એટલે કે 7 મે 2025ના રોજ ગુજરાતના 18 શહેરોમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે. ત્યારે ગુજરાતમાં આવતીકાલે (7 મે, 2025) સાંજે 4 થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ યોજાશે. જ્યારે 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ થશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગુજરાતના આ શહેરોમાં યોજાશે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ!

ગુજરાતના સુરત, વડોદરા, કાકરાપાર, અમદાવાદ, કચ્છ-ભુજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંક્લેશ્વર, ઓખા, વાડિનાર, ભરૂચ, ડાંગ, મહેસાણા, નર્મદા અને નવસારી સહિતના 18 શહેરોમાં મોક ડ્રીલ યોજાશે. અંધારુ થતાં જ ઔદ્યોગિક વિસ્તારો સહિત તમામ સ્થળે બ્લેક આઉટ કરાશે.

મુખ્યમંત્રીએ યોજી મહત્ત્વની બેઠક

આવતીકાલે યોજાનાર મોકડ્રીલને લઈ આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્ત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ, DGP, DG સિવિલ ડિફેન્સ સહિતના અધિકારીઓ અને નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા. 20 જિલ્લાના કલેક્ટર અને અધિકારીઓ સાથે મોક ડ્રીલ સંદર્ભે વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચર્ચા કરી હતી.

1971 પછી પ્રથમવાર યોજાઈ રહી છે મોક ડ્રીલ

ગુજરાતમાં આવતીકાલે યોજાનારી મોકડ્રીલમાં 13,000 નાગરિક સંરક્ષણ વોલન્ટિયર્સ અને 44,000 હોમગાર્ડ્સ ડ્રીલમાં ભાગ લેશે. આ પ્રકારની વિશાળ ડ્રીલ 1971 પછી પ્રથમવાર યોજાઈ રહી છે. મોકડ્રીલ દરમિયાન શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓને બચાવ અને સુરક્ષા અંગે તાલીમ આપવામાં આવશે. તેમજ કટોકટીના સમયમાં જરૂરીયાત મુજબ લોકોને કેવી રીતે સુરક્ષિત સ્થળે ખસેડવા તે પણ બતાવવામા આવશે.

 

 

Related News

Icon