Home / Gujarat / Jamnagar : Credit Bulls Investment owner Dhaval Solani's scam

Jamnagr news; ક્રેડિટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટના માલિક ધવલ સોલાણીનું કૌભાંડ,100 કરોડથી વધુની સંપતિ બહાર આવી

Jamnagr news; ક્રેડિટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટના માલિક ધવલ સોલાણીનું કૌભાંડ,100 કરોડથી વધુની સંપતિ બહાર આવી

રાજકોટ, જામનગર, મુંબઈ દિલ્હી ચેન્નાઈ તમિલનાડુમાં ક્રેડિટબુલ્સ ઇન્વેસ્ટમેન્ટના માલિક ધવલ સોલાણીની તપાસમાં 100 કરોડની બેનામી સંપત્તિ બહાર આવી છે એટલું જ નહીં આ કૌભાંડ 500 કરોડનું નહીં પરંતુ 1000 કરોડનો હોવાનો તપાસ દરમિયાન બહાર આવ્યું છે એટલું જ નહીં સમગ્ર કેસમાં હવે ઇન્કમટેક્સ વિભાગ પણ તપાસ કરશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઈ ડી ના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે અને ધરપકડ કરીને નિવેદન લેવામાં આવશે સમગ્ર તપાસ અમદાવાદ એરફોર્સમેન્ટની ઓફિસમાં કરવામાં આવશે તેવું ટોચના સૂત્રોએ જણાવ્યું છે અને 40 થી 50 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ માં અને જમીન ખરીદીમાં તેમજ બંગલા ખરીદવા આવ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે

ક્રેડિટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટના માલિક ધવલ સોલાણીનું કૌભાંડ

અમદાવાદ એરફોર્સમેન્ટના અધિકારીઓએ ક્રેડિટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટના માલિક ધવલ સોલાણીની બે કરોડની પ્રોપર્ટી એટેચ કરી છે, આ અંગે ટોચના સૂત્રોએ જણાવ્યું કે ફેબ્રુઆરી 2024માં જામનગર અને રાજકોટમાં રોકાણકારોના 100 કરોડથી વધારેની રકમ ડૂબી જતા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. માત્ર રાજકોટ અને જામનગરમાં જ નહીં તમિલનાડુ ચેન્નાઇ અને દિલ્હીમાં પણ અનેક ફરિયાદો દાખલ કરવામાં આવી છે ટોટલ કૌભાંડ 500 કરોડથી પણ વધારેનું છે.

રોકાણકારોના 100 કરોડથી વધુ રૂપિયા ડૂબ્યા

 રોકાણકારોને સો ટકા રિટર્ન આપવામાં આવશે તેવું કહીને ક્રેડિટ બુલ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરાયું હતું આ માટે એજન્ટોને કરોડો રૂપિયા આપવામાં આવ્યા હતા. જેના પગલે પોલીસ કાર્યવાહી બાદ અધિકારીઓએ પોલીસની ચાર્જશીટ થયા બાદ મની લોન્ડરિંગનો ગુનો દાખલ કર્યો હતો પ્રાથમિક તપાસમાં 100 કરોડથી વધારેનું છેતરપિંડી ધવલ ધવલ સોલાણી દ્વારા કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે અને એરફોર્સમેન્ટના અધિકારીઓએ બે કરોડની મિલકત રાજકોટ અને જામનગરમાં જપ્ત કરી છે.

તમિલનાડુ,ચેન્નઈ અને દિલ્હીમાં પણ કરોડોની મિલકતોની તપાસ

 આ સિવાય તમિલનાડુ,ચેન્નઈ અને દિલ્હીમાં પણ કરોડોની મિલકતોની તપાસ શરૂ કરવામાં આવી છે. રોકાણકારોના રૂપિયા હવે પાછા આવશે કે નહીં તે તપાસનો વિષય છે, પરંતુ હાલ વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે, નજીકના દિવસોમાં ધવલ સોલાની ધરપકડ કરવામાં આવે તેવું ટોચના સૂત્રોએ જણાવ્યું છે. 500 કરોડથી વધારેના કૌભાંડમાં અનેક મોટા માથાઓ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે એટલું જ નહીં રોકાણકારો પાસેથી દસ્તાવેજો અને એજન્ટોના નામ બેંકની ડિટેલ પાનકાર્ડ આધારકાર્ડ વગેરે ડીટેલ પણ મેળવી લીધી છે જેના આધારે હવે ઈ ડીની કાર્યવાહી બાદ ઇન્કમટેક્સ વિભાગ પણ આ સમગ્ર કેસમાં કાર્યવાહી કરે તેવી શક્યતા નકારી શકાય એમ નથી.

Related News

Icon