Home / Gujarat / Ahmedabad : Ahmedabad Crime Branch arrests sharpshooter of Lawrence gang

Ahmedabad ક્રાઈમ બ્રાન્ચે લોરેન્સ ગેંગના શાર્પશૂટરની કરી ધરપકડ,  મનોજ વિરુદ્ધ નોંધાયેલા છે 12 ગુના

Ahmedabad ક્રાઈમ બ્રાન્ચે લોરેન્સ ગેંગના શાર્પશૂટરની કરી ધરપકડ,  મનોજ વિરુદ્ધ નોંધાયેલા છે 12 ગુના

લોરેન્સ બિશ્નોઈ ગેંગના શાર્પશૂટર મનોજ ઉર્ફે ચક્કી ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગના વધુ હિસ્ટ્રીશીટર મનોજ ઉર્ફે ચક્કી શંકરલાલ સાલવી (ઉં.વ.21)ને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી લીધો છે. વર્ષ 2023માં કરણીસેનાના પૂર્વ અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા અને કાવતરું રચવાના આરોપી મનોજની ધરપકડ કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જણાવી દઈએ કે, વર્ષ 2022માં આર્મ્સ એક્ટ કેસમાં પણ ચક્કીનું નામ સામે આવ્યું હતું. અમદાવાદ રથયાત્રાની તૈયારીઓમાં સક્રિયતા.- સજાગતાને કારણે ખાસ ઝુંબેશમાં આરોપીઓને પકડવાની કામગીરી ચાલી રહી છે. આરોપી મનોજ વિરુદ્ધ ૧૨ ગુના નોંધાયેલા છે. જો કે, ત્રણ વર્ષ પછી ક્રાઈમ બ્રાન્ચને આ સફળતા મળી છે. 

મનોજ સાવલી સામે ગંભીર ગુના નોંધાયા

મનોજ સાલવી એક હિસ્ટ્રીશીટર છે. તેની સામે ગુજરાત સહિત રાજસ્થાન અને દિલ્હીમાં પણ ગુના નોંધાયેલા છે. પોલીસ રેકોર્ડ અનુસાર, તેની સામે ઓછામાં ઓછા 11 ગુના છે, જેમાં મોટાભાગે સશસ્ત્ર લૂંટ, ગેરકાયદે હથિયારોનો કબજો અને એક હત્યા પણ સામેલ છે. તેની સામે નોંધાયેલા ગુના નીચે પ્રમાણે છે. 

- નાઈ પોલીસ સ્ટેશન, ઉદયપુર (2020) - આર્મ્સ એક્ટ
- સુખેર પોલીસ સ્ટેશન, ઉદયપુર (2020) - લૂંટ
- હિરણ મગરી પોલીસ સ્ટેશન, ઉદયપુર (2020) - આર્મ્સ એક્ટ, લૂંટ 
- હિરણ મગરી પોલીસ સ્ટેશન, ઉદયપુર (2020) - લૂંટ
- હઠીપોલ પોલીસ સ્ટેશન, ઉદયપુર (2022) - આર્મ્સ એક્ટ
- સમાયપુર બદલી, દિલ્હી (2023) - આર્મ્સ એક્ટ
- બિન્દાપુર પોલીસ સ્ટેશન, દિલ્હી (2023) - આર્મ્સ એક્ટ 

Related News

Icon