અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 275 લોકોના મોત બાદ રાજ્યના ગૃહવિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે FSLમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક બાદ હર્ષ સંઘવીએ કહ્યું કે FSLની ટીમ બે દિવસથી રાત દિવસ જોયા વગર કામ કરી રહી છે અને DNA સેમ્પલિંગનું કામ ચાલી રહ્યું છે.

