Home / India : Rahul Gandhi attacks government over murder of Madhya Pradesh Dalit youth

'...એટલા માટે જાહેરમાં ગોળી મારી?' મધ્ય પ્રદેશ દલિત યુવકની હત્યા મુદ્દે રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર

'...એટલા માટે જાહેરમાં ગોળી મારી?' મધ્ય પ્રદેશ દલિત યુવકની હત્યા મુદ્દે રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર

મધ્યપ્રદેશના છતરપુરમાં ૧૯ વર્ષીય પંકજ પ્રજાપતિની હત્યાનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પંકજ પ્રજાપતિ હત્યાનો મુદ્દો ઉઠાવી સરકારને સવાલ કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરતાં લખ્યું કે, ૧૯ વર્ષીય પંકજ પ્રજાપતિની મધ્યપ્રદેશમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી કારણ કે, એક દલિત પોતાના હકની માંગણી કરી રહ્યો હતો. આ ઘટના અંગે FIR નોંધવામાં આવી ન હતી, પોસ્ટમોર્ટમ મુલતવી રાખવામાં આવ્યું હતું કારણ કે દોષિતો નેતા- સત્તાના ખોળે બેઠેલા છે. જયારે સત્તા મનુવાદી અને બહુજન વિરોધી ભાજપની છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી સરકારના ૧૧ વર્ષ દલિતો, આદિવાસીઓ, પછાત અને લઘુમતીઓ માટે અપમાન, હિંસા અને ભેદભાવથી ભરેલા રહ્યા છે. સંસ્થાકીય રીતે તેમને બીજા વર્ગના નાગરિક બનાવવા અને મુખ્ય પ્રવાહથી દૂર રાખવાની ચાલ છે. આવા ગુનેગારોની ધરપકડ કરી કડક સજા આપવી જોઈએ. હું પ્રજાપતિ પરિવાર અને દેશના દરેક બહુજન સાથે ઉભો છું. આ સન્માન, ન્યાય અને સમાનતા માટેની લડાઈ છે.

પ્રવીણ પટેરિયા પર હત્યાનો આરોપ

મધ્યપ્રદેશ કોંગ્રેસે એક પોસ્ટમાં કહ્યું હતું કે, મોદી સરકાર દિલ્હીમાં 11 વર્ષની ઉજવણીમાં મસ્ત છે ત્યારે મધ્યપ્રદેશમાં જ્યારે દિલ્હી મોદી સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થવા પર ઉજવણીમાં ડૂબી ગયું છે, ત્યારે મધ્યપ્રદેશની વાસ્તવિકતા લોહીથી ખરડાઈ છે. નૌગાંવમાં એક દલિત યુવાનની હત્યા ફક્ત એટલા માટે કરવામાં આવી કારણ કે તેણે રાશન માંગવાની હિંમત કરી હતી. આ દલિત પ્રજાપતિ યુવકની હત્યાનો આરોપ ભાજપ અને આરએસએસ નેતા પ્રવીણ પટેરિયા પર લાગ્યો છે.

મોદીજી, શું આ 'નવું ભારત' છે?

ગરીબો માટે રાશન વિતરણની યોજના છે. આ રાશન વિતરણમાં અનિયમિતતા થતાં અવાજ ઉઠાવનાર દલિત યુવકને ગોળી ધરબી દેવામાં આવે છે. આ કેસમાં પોલીસ કલાકો સુધી FIR પણ નોંધતી નથી. કારણ કે આરોપી તરીકે ભાજપ- RSS નેતા પ્રવિણ પટોરિયાનું નામ ઉછળ્યું છે. મધ્યપ્રદેશમાં મોહન યાદવ સરકારમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી હોવાથી બદમાશો નિર્ભય રીતે ફરે છે. જ્યાં ભૂખનો જવાબ ગોળીઓથી આપવામાં આવે છે?  મોદીજી, શું આ 'નવું ભારત' છે?  

Related News

Icon