Home / India : Ban on 'end of life vehicles' imposed in Delhi lifted

દિલ્હી સરકારનો યુટર્ન, 15 વર્ષ જૂની ગાડીઓના પ્રતિબંધ માટે નવા નિયમો બનાવશે

દિલ્હી સરકારનો યુટર્ન, 15 વર્ષ જૂની ગાડીઓના પ્રતિબંધ માટે નવા નિયમો બનાવશે

૧ જુલાઈથી રાજધાની દિલ્હીમાં લાગુ કરાયેલા 'એન્ડ ઓફ લાઈફ વ્હીકલ' (EOLV) નિયમો હેઠળ વાહનોની જપ્તી હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ રાજધાનીમાં લાગુ થઈ રહેલા ELV નિયમ અંગે CAQM (કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ) ને ઔપચારિક પત્ર લખ્યો છે, જેમાં તેની મુખ્ય ખામીઓ પર પ્રકાશ પાડી ફરીથી સમીક્ષાની માંગ કરવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રેખા ગુપ્તા સરકારના કેબિનેટ મંત્રી પ્રવેશ વર્માએ 1 ​​જુલાઈથી દિલ્હીમાં લાગુ કરાયેલા 'એન્ડ-ઓફ-લાઇફ વ્હીકલ' (EOV) નિયમ અંગે સામાન્ય જનતાને પડતી સમસ્યાઓનો મુદ્દો ઉઠાવ્યો છે. આ નીતિ અંગે સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, દિલ્હીના લોકો પહેલાથી જ ટ્રાફિક અને પ્રદૂષણના કારણે મુશ્કેલી ભોગવી રહ્યા છે. એટલે પૂર્વ તૈયારી વિના આવો નિયમ લાગુ કરવો એ જનતા પર વધુ બોજ નાખવા જેવું છે. વાહનોને તેમની ઉંમરના આધારે નહીં, પરંતુ પ્રદૂષણની સ્થિતિના આધારે અટકાવવા જોઈએ. 

પ્રવેશ વર્માએ સ્પષ્ટતા કરી કે, આ નિયમ ગુરુગ્રામ અને નોઈડા જેવા NCR વિસ્તારોમાં હાલમાં લાગુ પડતો નથી, તો પછી દિલ્હીમાં અચાનક કેમ લાગુ કરવામાં આવ્યો છે. દિલ્હી સરકાર આ નિયમ પર વિચાર કરી રહી છે..

દિલ્હી સરકાર અને CAQM વચ્ચે યોજાશે બેઠક 

પ્રવેશ વર્માએ માહિતી આપતા કહ્યું કે, આ મુદ્દે દિલ્હી સરકાર અને એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM) વચ્ચે એક બેઠક યોજાવાની છે, જ્યાં આ નિયમ પર પુનર્વિચાર કરવામાં આવશે. અમે ઈચ્છીએ છીએ કે આ અંગે વ્યાપક ચર્ચા થાય. જ્યારે નિયમો સમગ્ર NCRમાં લાગુ કરવામાં આવશે, ત્યારે જ તેનો દિલ્હીમાં અસરકારક રીતે અમલ થવો જોઈએ. ANPR (ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન) કેમેરા અંગે પણ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આ ટેકનોલોજીનો અમલ કરવો સરળ નથી. તેમાં ઘણી તકનીકી અને વ્યવહારુ સમસ્યાઓ છે.

દિલ્હી સરકારે CAQMને પત્ર લખ્યો

દિલ્હીના પર્યાવરણ મંત્રીએ CAQM ને પત્ર લખી માગ કરી છે કે દિલ્હીના લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોવાથી બળતણ ન આપવાના નિયમ પર પુનર્વિચાર કરવામાં આવે. એવું માનવામાં આવે છે કે, દિલ્હીવાસીઓને થોડી રાહત મળી શકે છે.

હાઇકોર્ટે દિલ્હી સરકાર અને CAQM પાસેથી જવાબ માંગ્યો

બુધવારે, હાઇકોર્ટે દિલ્હી સરકાર અને CAQM પાસેથી જવાબ માંગ્યો છે. દિલ્હી પેટ્રોલ ડીલર્સ એસોસિએશને કોર્ટમાં અરજી દાખલ કરીને 'એન્ડ-ઓફ-લાઇફ વાહનો' ને બળતણ ન આપવાના નિર્દેશોને લાગુ કરવાની કાનૂની શક્તિ નથી, છતાં જો કોઈ વાહન છૂટી જાય તો તેમને સજા આપવામાં આવી રહી છે. અરજદારોના વકીલોએ કોર્ટને કહ્યું, 'પેટ્રોલ પંપ ડીલરો કાયદા અમલીકરણ એજન્સીઓ નથી, તેમને આ જવાબદારી સોંપવી નિયમો વિરુદ્ધ છે.'

કોર્ટે આ મુદ્દે સરકાર અને CAQM ને સપ્ટેમ્બર સુધીમાં પોતાનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેણે એમ પણ કહ્યું છે કે જો પેટ્રોલ પંપ માલિકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે, તો તે કોર્ટના ધ્યાન પર લાવવું જોઈએ. 

દિલ્હી સરકારની નવી પોલિસીના નિયમો

- 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂના પેટ્રોલ-CNG વાહનોની ઓળખ કરી તેને ફરિજ્યાતપણે સ્ક્રેપમાં મોકલવાનો હતો નિર્ણય
- 400 પેટ્રોલ પંપ પર ANPR કેમેરાની મદદથી જૂના વાહનોની ઓળખ કરી ઈંધણ ન આપવા જાહેર કર્યો હતો હુકમ
- 200 ટીમો તૈનાત કરાઈ
- ફોર-વ્હીલર માટે રૂ.10 હજાર, ટુ-વ્હીલર માટે રૂ.5 હજારનો ખર્ચે + સ્ક્રેપિંગ ફીસ
- પહેલા જ દિવસે 12 કાર, 67 ટુ-વ્હીલર જપ્ત કરાયા

Related News

Icon