
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડયાએ જિલ્લા પોલીસ વિભાગમાં મોટો ફેરબદલ કર્યો છે. સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ વચ્ચે બદલીઓનો દોર યથાવત છે. જિલ્લામાં 10 પોલીસ અધિકારીઓની એક સાથે બદલી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં 3 પોલીસ ઇન્સ્પેકટર અને 7 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની એક સાથે બદલી કરવામાં આવી છે. LCB PSI જે.વાય પઠાણને બજાણા PI તરીકે મુકવામાં આવ્યા છે. પોલીસ ઇન્સ્પેકટર PI પી.કે ગોસ્વામી, એમ.બી બામ્બા, વાય.જી ઉપાધ્યાયની બદલી કરવામાં આવી છે.
પોલીસ સ્ટેશન PSIના હવાલે, એક મથકમાં 2 PI - ચર્ચાઓનું બજાર ગરમ
સુરેન્દ્રનગરના પ્રથમ વખત 1 પોલીસ મથકમાં 2 PI મુકવામાં આવ્યા હોવાની ચર્ચા છે. DIGને PI થી વધુ PSI પર વિશ્વાસ મૂકી 4 PSIને PI તરીકે મુક્યા છે. સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે જેને લઈને જિલ્લા પોલીસ બેડામાં ચર્ચાઓ થઇ રહી છે કે PSIને સાચવવા માટે DIG સાહેબે નવો દાવ રમ્યો છે. 5 થી 6 હજારની વસ્તી દીઠ એક પોલીસ સ્ટેશનમાં 2 PI અને PSI મૂકીને સાહેબે માનીતા અધિકારીઓને સાચવી લીધા છે.