ગુજરાતમાં ભયંકર ગરમી બાદ રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. એવામાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીના પગલે ઓખા કોસ્ટગાર્ડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઓખા કોસ્ટગાર્ડના જવાનોએ માછીમારોને ચેતવણી આપી છે. ઓખા કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને દરિયાકાંઠે પહોંચી જવા સૂચના આપી છે.

