Home / Business : EPFO 3.0: Facility to withdraw PF money through ATM and UPI, know when it will start

EPFO 3.0: ATM અને UPIથી નીકળશે PFના પૈસા ઉપાડવાની સુવિધા,જાણો ક્યારે શરૂ થશે 

EPFO 3.0: ATM અને UPIથી નીકળશે PFના પૈસા ઉપાડવાની સુવિધા,જાણો ક્યારે શરૂ થશે 

EPFO 3.0 ATM Withdrawal: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)નું નવુ પ્લેટફોર્મ ઈપીએફઓ 3.0 જૂન, 2025થી શરૂ થશે. આ નવુ પ્લેટફોર્મ ગ્રાહકોની પીએફ ઉપાડ સુવિધાને વધુ સરળ બનાવશે. તેના માધ્યમથી ગ્રાહકો એટીએમ અને યુપીઆઈ મારફત પીએફ ઉપાડી શકશે. જેથી પીએફ ઉપાડની લાંબી પ્રક્રિયાને અનુસરવાની ઝંઝટ દૂર થશે. ઈપીએફઓ 3.0 પ્લેટફોર્મ પર ઓટો ક્લેમ સેટલમેન્ટ, ડિજિટલ કરેક્શન, એટીએમ આધારિત ફંડ ઉપાડ અને યુપીઆઈ મારફત ઉપાડની સુવિધા ઉપલબ્ધ થશે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ સુવિધાઓ મળશે
નવી સુવિધાઓ હેઠળ ઈપીએફ ગ્રાહક યુપીઆઈ અને એટીએમ મારફત માત્ર ઉપાડ જ નહીં, પણ પોતાનું પીએફ બેલેન્સ પણ ચેક કરી શકશે. તેમજ લોકોને બેન્ક એકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર કરવાની સુવિધા મળશે. તેમાં સુરક્ષા ઉપાય પણ આવરી લેવામાં આવ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાકતાં એકાઉન્ટ હોલ્ડર્સ ઓટીપી વેરિફિકેશન મારફત ઈપીએફ એકાઉન્ટ અપડેટ કરી શકશે.

ATMમાંથી PF  ઉપાડની પ્રક્રિયા

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન હેઠળ, PF ખાતાધારકોને  વિડ્રોઅલ કાર્ડ આપવામાં આવશે, જે બેન્કના ATM કાર્ડ જેવા જ હશે.
આ કાર્ડ ખાતાધારકોના PF ખાતા સાથે લિંક કરવામાં આવશે.
જે પણ રકમ ઉપાડવાની હોય, તમારે તેનો ક્લેમ ઓનલાઈન કરવો પડશે. હવે 90% ક્લેમ ઓટોમેટેડ છે, એટલે કે, ક્લેમની પતાવટ 3 દિવસમાં પૂર્ણ થશે.
આ કાર્ડનો ઉપયોગ કરીને, સબ્સ્ક્રાઇબર્સ ATM માંથી સીધા તેમના PF ખાતામાંથી પૈસા ઉપાડી શકશે.
PF ખાતામાંથી કેટલું બેલેન્સ ઉપાડી શકાય છે તે તમારા દ્વારા આપવામાં આવેલા કારણ પર નિર્ભર રહેશે. આ ટકાવારી કુલ PF બેલેન્સના 50 થી 90 ટકા હોઈ શકે છે.

PF ઉપાડવા માટે આ દસ્તાવેજો જરૂરી
જો તમે PF ખાતામાંથી પૈસા ઉપાડવા માંગતા હો, તો આ માટે તમારી પાસે કેટલીક બાબતો હોવી જરૂરી છે. તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) એક્ટિવ હોવો જોઈએ. ઉપરાંત, UAN સાથે જોડાયેલ મોબાઇલ નંબર પણ એક્ટિવ હોવો જોઈએ. UAN ને KYC દસ્તાવેજો જેમ કે આધાર, PAN, એકાઉન્ટ નંબર અને IFSC કોડ સાથે લિંક કરવું જોઈએ. આ સાથે, કેટલાક દસ્તાવેજો  જેમ કે સરનામાનો પુરાવો, ઓળખનો પુરાવો, ખાલી અને  કેન્સલ્ડ ચેક, જેમાં IFSC કોડ અને બેન્ક એકાઉન્ટ નંબર અને ATM/UPI ઇન્ટિગ્રેશન હોવું જોઈએ.

Related News

Icon