Home / World : 6.3 magnitude earthquake strikes Bogota, Colombia

કોલંબિયાના બોગોટમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ, લોકો બિલ્ડિંગો અને ઘરો છોડી ભાગ્યા

કોલંબિયાના બોગોટમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ, લોકો બિલ્ડિંગો અને ઘરો છોડી ભાગ્યા

કોલંબિયામાં ભયંકર ભૂકંપ આવ્યો છે. કોલંબિયાની રાજધાની બોગોટા 6.3ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધ્રૂજી છે. ભૂકંપ એટલો જોરદાર હતો કે, ઈમારતો જોરથી હલવા લાગી હતી, જેના કારણે લોકો ગભરાઈને બિલ્ડિંગો અને ઘરો છોડીને બહાર દોડી આવ્યા છે. ભૂકંપ આવતાની સાથે રાજધાનીની આસપાસ સાયરન પણ વાગવા લાગી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રસ્તાઓ પર તિરાડો પડી

કોલંબિયાની રાજધાની બોગોટામાં શનિવારે સવારે 6.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. સ્થાનીકોના જણાવ્યા મુજબ, સમગ્ર શહેરમાં આંચકા અનુભવાયા છે, જેના કારણે લોકોને 1999માં આવેલા ભૂકંપની યાદ આવી ગઈ છે. લોકો ગભરાઈને પોતાનો જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા છે. રિપોર્ટ મુજબ, ભૂકંપના કારણે અહીં અનેક રસ્તાઓ પર તિરાડો પડી ગઈ છે.

ભૂકંપથી અનેક બિલ્ડિંગો હલી

યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપની તીવ્રતા વધુ હોવાથી તેની અસર વધુ થઈ છે.  મીડિયા રિપોર્ટ મુજબ ભૂકંપના કારણે અહીં અનેક બિલ્ડિંગો હલતી જોવા મલી છે, જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. કોઈ જાનહાનિ કે નુકસાનના તાત્કાલિક કોઈ અહેવાલ નથી.

અગાઉ 1999માં આવેલા ભૂકંપમાં 1200ના મોત થયા હતા

જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સના રિપોર્ટ મુજબ ભૂકંપનું કેન્દ્ર બિંદુ 10 કિલોમીટર અંદર હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક સમય મુજબ સવારે 9:08 વાગ્યે બોગોટા શહેર નજીક 170 કિલોમીટર દૂર ભૂકંપ આવ્યો હતો. આ પહેલા કોલંબિયામાં 1999માં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 1200 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

 

 

Related News

Icon