Home / World : Nature's fury on Pakistan, three tremors of earthquake in Karachi create fear

પાકિસ્તાન પર કુદરતનો પ્રકોપ, કરાંચીમાં ભૂકંપના ત્રણ આંચકાથી ભયનો માહોલ

પાકિસ્તાન પર કુદરતનો પ્રકોપ, કરાંચીમાં ભૂકંપના ત્રણ આંચકાથી ભયનો માહોલ

પાકિસ્તાનના સિંધ પ્રાંતના કરાંચી શહેરમાં રવિવારે રાત્રે હળવી તીવ્રતાના ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપને કારણે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. એક અધિકારીએ ભૂકંપની માહિતી આપતા કહ્યું કે, ભૂકંપને કારણે હજુ સુધી કોઈ મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એક જ દિવસમાં આવ્યા ત્રણ આંચકા

પહેલો ભૂકંપ રવિવારે રાત્રે 1:05 વાગ્યે કરાંચીના ગદપ શહેર નજીક આવ્યો હતો, જેની તીવ્રતા 3.2 હતી. બીજો ભૂકંપ પણ મોડી રાત્રે આ જ વિસ્તારમાં અનુભવાયો હતો, જેની તીવ્રતા 3.6 નોંધાઈ હતી. ત્રીજો ભૂકંપ કરાંચીના ગીચ વસ્તીવાળા કાયદાબાદ વિસ્તારમાં આવ્યો હતો, જેની તીવ્રતા 3.2 નોંધાઈ હતી.

કરાંચીના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં પણ ભૂકંપ અનુભવાયો

પાકિસ્તાન હવામાન વિભાગ (PMD)એ જણાવ્યું કે, રવિવારે રાત્રે 1:05 વાગ્યે કરાંચીના ગદપ શહેર નજીક 3.2ની તીવ્રતાના ભૂકંપનો પહેલો આંચકો આવ્યો હતો. પાકિસ્તાન હવામાન વિભાગના અધિકારી સરફરાઝ ખાને કહ્યું કે, મોડી રાત્રે આ જ વિસ્તારમાં 3.6ની તીવ્રતાનો બીજો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ત્રીજો આંચકો કરાંચીના ગીચ વસ્તીવાળા કાયદાબાદ વિસ્તારમાં 3.2ની તીવ્રતાનો હતો. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આવી ઓછી તીવ્રતાની ભૂકંપીય પ્રવૃત્તિ "ટેકટોનિક પ્લેટો"ના અથડામણને કારણે થઈ હતી.

 

Related News

Icon