Home / World : Powerful 6.1 magnitude earthquake hits Peru, one dead

Peruમાં 6.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, એકનું મોત, સંખ્યાબંધ લોકો ઈજાગ્રસ્ત

Peruમાં 6.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, એકનું મોત, સંખ્યાબંધ લોકો ઈજાગ્રસ્ત

રવિવારે રાત્રે દક્ષિણ અમેરિકન દેશ પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. એજન્સીના જણાવ્યા અનુસાર અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે પેરુના મધ્ય કિનારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના લીધે લીમા અને બંદરીય શહેર કૈલાઓ હચમચી ગયા હતા. આ ભૂકંપમાં એક વ્યક્તિનું મોત થયું છે અને પાંચ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.  ભૂકંપની તીવ્રતા 6.1 નોંધાઈ હતી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ક્યાં હતું ભૂકંપનું કેન્દ્ર?

યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, સ્થાનિક સમય મુજબ સવારે 11:35 વાગ્યે પેસિફિક મહાસાગરમાં ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ રાજધાની લીમાથી પશ્ચિમમાં કૈલાઓથી 23 કિલોમીટર (14 માઇલ) દક્ષિણ-પશ્ચિમમાં હતું. 

એક વ્યક્તિનું મોત, પાંચ ઈજાગ્રસ્ત 

અહેવાલ મુજબ, પોલીસ કર્નલ રામિરો ક્લાઉકોએ જણાવ્યું હતું કે ઉત્તરી લીમામાં એક 36 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. મૃતક પોતાના વાહનની બહાર એક મુસાફરની રાહ જોઈ રહ્યો હતો ત્યારે નિર્માણાધીન ઇમારતની ચોથા માળની દિવાલ તૂટીને તેના માથા પર પડી હતી. ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે પાંચ ઘાયલ લોકોની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.  

Related News

Icon