આજે સમગ્ર દેશમાં ઈદ ઊલ ફિત્રની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેને લઈને અમરેલી જિલ્લામાં ઈદના તહેવારને લઈને મુસ્લિમ સમાજમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. અમરેલીના તરવાડીમાં આવેલ ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદારોએ નમાજ અદા કરી હતી. ઇડન તહેવારમાં મુસ્લિમ સમાજએ એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી આપી હતી.