Home / World : Myanmar earthquake disaster: 150 people dead; Emergency declared, airport-train services closed

મ્યાનમાર ભૂકંપ દુર્ઘટના: 150 લોકોના મોત, વધી શકે છે મૃતકઆંક; ઇમરજન્સી જાહેર, એરપોર્ટ-ટ્રેન સેવા બંધ

મ્યાનમાર ભૂકંપ દુર્ઘટના: 150 લોકોના મોત, વધી શકે છે મૃતકઆંક; ઇમરજન્સી જાહેર, એરપોર્ટ-ટ્રેન સેવા બંધ

ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં શુક્રવારે એક પછી એક ચાર જોરદાર ભૂકંપ આવ્યા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલૉજી અનુસાર રિક્ટર સ્કેલ પર પહેલા ભૂકંપની તીવ્રતા 7.7 જ્યારે બીજાની 7.2 નોંધાઈ હતી. આ ભૂકંપના કારણે હજારો ઈમારતો ધ્રુજી ગઈ હતી. એટલું જ નહીં, મ્યાનમારમાં અનેક ઈમારતો ધરાશાયી થયાના પણ અહેવાલ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ ભૂકંપ એટલો જોરદાર હતો કે, ભારતમાં ઉત્તર પ્રદેશ, બિહાર તેમજ ઉત્તર પૂર્વના રાજ્યોમાં તેના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત થાઈલૅન્ડના બેંગકોકમાં પણ અનેક લોકોએ ધ્રુજારી અનુભવી હતી. 

આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 150 લોકોના મોત થયા છે અને 732 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. એવી આશંકા છે કે આ આંકડો વધુ વધી શકે છે, આ માહિતી મ્યાનમારની લશ્કરી સરકારના વડા (જુન્ટા) દ્વારા આપવામાં આવી છે.

ભૂકંપને લગતા તમામ મોટા સમાચાર ટૂંકમાં:

  • મ્યાનમારમાં એક બાદ એક ચાર વખત શક્તિશાળી ભૂકંપના આંચકા, થાઈલેન્ડમાં પણ ધરા ધણધણી
  • મ્યાનમારમાં હોટલ, ફ્લાયઓવર, નર્સરી સહિત અનેક ઈમારતો ધરાશાયી. મસ્જિદમાં 20 લોકોના મોત
  • થાઈલેન્ડમાં બેંગકોક તથા મ્યાનમારમાં સાગાઈંગ, માંડલે, મેગવે, બાગો, ઈસ્ટર શાનમાં ઈમરજન્સી જાહેર 
  • બેંગકોક એરપોર્ટ બે કલાક માટે જ્યારે ટ્રેન સેવા અનિશ્ચિતકાળ સુધી બંધ કરવાના આદેશ
  • બેંગકોકમાં નિર્માણાધીન ઈમારત ધરાશાયી, 400 શ્રમિકોમાંથી 80 ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
  • થાઈલેન્ડમાં રહેતા ભારતીય નાગરિકોની મદદ માટે ભારતીય દૂતાવાસનો હેલ્પલાઈન નંબર: +66618819218
  • દરેક એજન્સી અને મંત્રાલય મદદ માટે તૈયાર રહે, આગામી અમુક કલાકો સુધી ભૂકંપના આંચકા આવી શકે: થાઈલેન્ડના PM 
  • ભારત દરેક સંભવ મદદ માટે તૈયાર છે, વિદેશ મંત્રાલય મ્યાનમાર તથા થાઈલેન્ડની સરકાર સાથે સંપર્કમાં: PM મોદી
  • ભૂકંપના કારણે મ્યાનમારમાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા છે, આ ઉપરાંત થાઈલેન્ડમાં ધરાશાયી થયેલી બહુમાળી ઈમારત નીચે 91 લોકો ફસાયા હોવાના અને ત્રણ લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. જ્યારે ચીનમાં પણ બે લોકોના મૃત્યુ થયા છે.

મ્યાનમારમાં 7.7 અને 7.2 ની ભારે તીવ્રતાવાળા બે ભૂકંપની અસર છેક ભારત, બેંગકોક સુધી જોવા મળી હતી. જોકે હવે તાજેતરના અહેવાલ અનુસાર આ ભૂકંપને કારણે બાંગ્લાદેશ પણ બાકાત રહ્યું નથી. બાંગ્લાદેશમાં પણ 7.3ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ અનુભવાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બાંગ્લાદેશમાં ભૂકંપના ભારે આંચકાને પગલે ઢાકા અને ચટગાંવ સહિત અનેક શહેરો હચમચી ગયા હતા.

ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

મળતી માહિતી મુજબ, મ્યાનમારના ભૂકંપની અસર ભારતમાં દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં પણ થઈ હતી. ખાસ કરીને પૂર્વોત્તર રાજ્ય આસામ, મણિપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને નાગાલૅન્ડમાં ભૂકંપના તેજ આંચકાનો નોંધાયા હતા. ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારના Sagaingમાં હોવાની માહિતી છે. ભૂકંપના આંચકાના કારણે મ્યાનમારના માંડલેયમાં ઈરાવડી નદી પર આવેલો બ્રિજ ધસી પડ્યો હતો.   

ધરતીની 10 કિ.મી નીચે નોંધાયું ભૂકંપનું કેન્દ્ર

મ્યાનમાર અને ભારત સિવાય બેંગકોકમાં પણ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. મ્યાનમારમાં પહેલીવાર 11:52 વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો અને બાદમાં 12:02 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જર્મન રિસર્ચ સેન્ટર ઑફ જિયોસાયન્સ અનુસાર ભૂકંપનું કેન્દ્ર ધરતીની 10 કિ.મી નીચે હતું.

બેંગકોકના સ્થાનિક તંત્રનું કહેવું છે કે, ભૂકંપ એટલો જોરદાર હતો કે, સ્વિમિંગ પુલનું પાણી બહાર ઉછળવા લાગ્યું હતું. ડરના કારણે લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા.

Related News

Icon