
Fake LC: ગુજરાતમાં બોગસ- નકલીનો રાફડો ફાટ્યો છે. ક્યાંક નકલી અધિકારી તો ક્યાંક નકલી સર્ટી બનાવી લોકોને ઠગવાનું ચાલું છે. થોડા દિવસ પહેલાં જ આણંદ જિલ્લામાં આરટીઓ ઓફિસની બહાર નકલી ફિટનેશ સર્ટી બનાવી આપવાનું કૌભાંડ ચાલતું હતું. ત્યાં હવે વધુ એક નવું કૌભાંડ બહાર આવ્યું છે. આણંદના બોરસદમાં સરકારી લાભ લેવા માટે નકલી લિવિંગ સર્ટિફિકેટ બનાવ્યાનો ભાંડો ફૂટ્યો છે.
જણાવી દઈએ કે, બોરસદની કુમાર પ્રાથમિક શાળામાં સરકારી લાભ લેવા માટે બોગસ લિવિંગ સર્ટીફિકેટ બન્યા હતા. મામલતદાર કચેરીએ એલસીની ખરાઈ કરતા ભાંડો ફૂટ્યો છે. બોરસદની કુમાર પ્રાથમિક શાળા બ્રાન્ચ 2માં નકલી લિવિંગ સર્ટીફિકેટ બન્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આમાં સંડોવાયેલા ઈમામસાહેબ શેખ, સજીદમીયા મલેક તેમજ આરીફ સૈયદ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. નકલી એલસી મામલે શાળાના આચાર્ય જીગર મેકવાને બોરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.