
- ફયુચર સાયન્સ
પેસિફિક પેલિસેડ્સ ફાયર તરીકે ઓળખાતી આગ ૭ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે પેસિફિક પેલિસેડ્સમાં લાગી હતી. સાન્તા મોનિકા પર્વતોમાં શરૂ થઈ અને ઝડપથી મલિબુના દરિયાકાંઠા સુધી ફેલાઈ હતી. સાથે સાથે પેસિફિક કોસ્ટ હાઇવે (PCH) અને ટોપંગા કેન્યોનની વચ્ચેના વિસ્તારને પણ અસર કરી હતી. આ આગે ૨૩,૭૦૭ એકર (૯,૫૯૫ હેક્ટર) જમીન બાળી નાખી, જે લોસ એન્જલસના ઇતિહાસમાં સૌથી વિનાશક આગમાંની એક બની ચુકી હતી. ૧,૦૦૦થી વધુ માળખાઓ (ઘરો, વ્યવસાયો, અને ઐતિહાસિક ઇમારતો) નષ્ટ થયા, જેમાં મલિબુનાં બીચફ્રન્ટ મકાનો અને પેલિસેડ્સની પ્રખ્યાત હસ્તીઓનાં ઘરો (જેમ કે બિલી ક્રિસ્ટલ, જેમી લી કર્ટિસ) શામેલ હતા. અહીંથી થોડા દૂર , બીજી આગ ૮ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સાંજે ૬:૦૪ વાગ્યે હોલિવુડ હિલ્સમાં, રનયોન કેન્યોન અને વૉટલ્સ પાર્કની નજીક, સોલાર ડ્રાઇવ પાસે શરૂ થઈ હતી. આ વિસ્તાર હોલીવુડ બુલેવાર્ડના વૉક ઑફ ફેમ અને TCL ચાઇનીઝ થિયેટર જેવા પ્રખ્યાત સ્થળોથી નજીક છે. આગે ૬૦ એકર (૨૪ હેક્ટર) જમીનને અસર કરી હતી. આગ શરૂ થયાના થોડા કલાકોમાં જ લૉરેલ કેન્યોન બુલેવાર્ડથી મલ્હોલેન્ડ ડ્રાઇવ અને હોલીવુડ બુલેવાર્ડ સુધીના વિસ્તારમાં ફેલાઈ ગઈ. અહીં સવાલ એ થાય કે અમેરિકામાં વારંવાર લાગતી આગથી બચવાનો કોઈ ઉપાય નથી?
20 મિનિટમાં આગ પર નિયંત્રણ
વિશ્વભરમાં વનમાં લાગતી આગની સમસ્યા આબોહવા પરિવર્તન, વધતા તાપમાન, શુષ્કતા અને માનવીય ભૂલોને કારણે ગંભીર બની છે. ઉદાહરણ તરીકે, ૨૦૨૦માં ઑસ્ટ્રેલિયામાં લાગેલી આગે ૧૮ મિલિયન હેક્ટર જમીન બાળી નાખી, જ્યારે ૨૦૨૩માં કેલિફોર્નિયામાં થયેલી આગે અબજો ડોલરનું નુકસાન કર્યું. જાન્યુઆરી, ૨૦૨૫માં લાગેલાં દાવાનળના કારણે ઇં૫૦ બિલિયનથી ઇં૧૫૦ બિલિયનની વચ્ચે આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ મુકવામાં આવે છે. આવી ઘટનાઓને રોકવા ઝડપી ટેકનોલોજીની જરૂર હતી. પરંપરાગત રીતે આગ શોધવા માટે ગ્રાઉન્ડ સેન્સર્સ, ટાવર્સ અને હેલિકોપ્ટર્સનો ઉપયોગ થતો હતો, પરંતુ આ પદ્ધતિઓ ધીમી, મર્યાદિત અને ખર્ચાળ હતી.
આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ માનવ જીવનને સુરક્ષિત અને સરળ બનાવવામાં અદ્ભુત યોગદાન આપ્યું છે. આવી જ એક નવીન પહેલ છે : 'ફાયરસેટ' (FireSat), જે વનમાં લાગતી આગને ઝડપથી શોધવા અને તેનું નિવારણ કરવા માટેની અદ્યતન સેટેલાઇટ સિસ્ટમ છે. જેનો મુખ્ય હેતુ વિશ્વભરના જંગલોમાં લાગતી આગને ઝડપથી શોધવી અને તેનું નિરીક્ષણ કરવાનો અને ચેતવણી આપવાનો છે. ફાયરસેટની જરૂરિયાત એટલા માટે પડી કે તે વૈશ્વિક સ્તરે રિયલ-ટાઇમ ડેટા પૂરો પાડી શકે અને આગ નાની હોય ત્યારે જ તેનું નિયંત્રણ શક્ય બને. આ ક્ષેત્રે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ખાતે કામ કરતા જુલિયટ રોથેનબર્ગે AI આધારિત આગ શોધની પદ્ધતિઓ વિકસાવી છે. તેઓ સ્ટેનફોર્ડ, કેલિફોર્નિયામાં સ્થિત છે અને તેમનું સંશોધન પર્યાવરણીય ડેટા વિશ્લેષણ અને મશીન લર્નિંગ પર કેન્દ્રિત છે. આ પ્રોજેક્ટ ગૂગલ રિસર્ચના સહયોગથી વિકસાવવામાં આવ્યો છે. તેમાં ૫૦થી વધુ સેટેલાઇટ્સનું નેટવર્ક સામેલ છે. આ સેટેલાઇટ્સ નેટવર્ક અને પ્રણાલી એટલી શક્તિશાળી છે કે તે 5x5 મીટરના નાના આગના વિસ્તારને ૨૦ મિનિટની અંદર શોધી શકે છે. આ સિસ્ટમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ થાય છે, જે ઉચ્ચ રિઝોલ્યુશનની થર્મલ અને ઇન્ફ્રારેડ છબીઓનું વિશ્લેષણ કરીને આગની સ્થિતિ, તીવ્રતા અને ફેલાવાની ગતિ જણાવે છે. આ પ્રોજેક્ટનો પ્રથમ સેટેલાઇટ માર્ચ ૨૦૨૫માં લોન્ચ થયો હતો.
ફાયરસેટનું પૃથ્વી બચાવવાનું અભિયાન
ફાયરસેટનો વિચાર સૌપ્રથમ ૧૯૯૦ના દાયકામાં 'સ્પેસ મિશન એનાલિસિસ એન્ડ ડિઝાઇન' (SMAD) નામના પુસ્તકમાં રજૂ થયો હતો, જે જેમ્સ વર્ટ્ઝ અને વિલી લાર્સન દ્વારા લખાયું હતું. આ પુસ્તકમાં વનમાં આગ શોધવા માટે સેટેલાઇટનો ઉપયોગ કરવાની કલ્પના હતી, પરંતુ તે સમયે ટેકનોલોજીનો અભાવ હતો. જેમ્સ વર્ટ્ઝ માઇક્રોકોસ્મ ઇન્ક. (Microcosm Inc.), એલ સેગુન્ડો, કેલિફોર્નિયા સાથે પણ સંકળાયેલા છે. જે એક એરોસ્પેસ કંપની છે જે સ્પેસ મિશન ડિઝાઇન અને લો-કોસ્ટ સેટેલાઇટ ટેકનોલોજીમાં નિષ્ણાત છે. ડૉ. વિલી જે. લાર્સન એક પ્રખ્યાત એરોસ્પેસ એન્જિનિયર અને શિક્ષણવિદ છે, જે SMAD પુસ્તકના સહ-લેખક અને સંપાદક છે. તેઓ સ્પેસ સિસ્ટમ્સ એન્જિનીયરિંગમાં તેમના યોગદાન માટે જાણીતા છે. લાર્સન સ્ટીવન્સ ઇન્સ્ટિટયૂટ ઑફ ટેકનોલોજી, ન્યૂ જર્સી ખાતે સ્પેસ સિસ્ટમ્સ એન્જિનીયરિંગ માસ્ટર્સ પ્રોગ્રામના ડિરેક્ટર અને ડિસ્ટિંગ્વિશ્ડ સર્વિસ પ્રોફેસર છે. તેમણે ડેલ્ફ્ટ ટેકનિકલ યુનિવર્સિટી, નેધરલેન્ડ્સ અને ઇન્ટરનેશનલ સ્પેસ યુનિવર્સિટી, સ્ટ્રાસબર્ગ, ફ્રાન્સમાં પણ કામ કર્યું છે.
૨૦૦૦ના દાયકામાં રિમોટ સેન્સિંગ અને AIનો વિકાસ થતાં, આગ શોધવા માટે સેટેલાઇટનો ઉપયોગ કરવાનો વિચારને ફરીથી ધ્યાનમાં લેવાયો. ૨૦૨૦ના દાયકામાં આબોહવા પરિવર્તનની અસરો વધતાં, ગૂગલ રિસર્ચે આ વિચારને વાસ્તવિકતામાં ફેરવવાનું નક્કી કર્યું. ૨૦૨૪માં પ્રોજેક્ટની જાહેરાત થઈ અને માર્ચ ૨૦૨૫માં પ્રથમ સેટેલાઇટ લોન્ચ થયો. આ પ્રોજેક્ટનો ઇતિહાસ દર્શાવે છે કે કેવી રીતે એક કાલ્પનિક વિચાર દાયકાઓ પછી વાસ્તવિક ઉકેલ બન્યો. આ અત્યાધુનિક ટેકનોલોજીનો પાયો કેલિફોર્નિયા ઇન્સ્ટિટયૂટ આફ ટેકનોલોજી (Caltech) ખાતે કામ કરતા વિજ્ઞાની જેમ્સ વર્ટ્ઝે નાખ્યો છે. તેઓ પેસાડેના, કેલિફોર્નિયામાં રહે છે. તેમણે સ્પેસ મિશન ડિઝાઇન અને સ્મોલ સેટેલાઇટ ટેકનોલોજી પર વર્ષો સુધી સંશોધન કર્યું, જે ફાયરસેટના વિકાસમાં મદદરૂપ થયું. MIT (મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઑફ ટેકનોલોજી) ખાતે કામ કરતા ડેવિડ મિલરે સ્મોલ સેટેલાઇટ ટેકનોલોજી પર સંશોધન કર્યું છે. તેઓ કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સમાં સ્થિત છે. તેમનું કાર્ય સેટેલાઇટ કોન્સ્ટેલેશન ડિઝાઇન પર કેન્દ્રિત છે.
ચોવીસ કલાક જાગતી આંખો
ફાયરસેટ એ બહુસંસ્થાકીય સહયોગનું પરિણામ છે. તેના મુખ્ય ભાગીદારોમાં ગૂગલ રિસર્ચ, મ્યુઓન સ્પેસ (Muon Space), અર્થ ફાયર એલાયન્સ (Earth Fire Alliance) અને મૂર ફાઉન્ડેશન (Moore Foundation) શામેલ છે. ગૂગલ રિસર્ચ આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરે છે અને છૈં તથા ડેટા વિશ્લેષણની શક્તિ પૂરી પાડે છે. મ્યુઓન સ્પેસ સેટેલાઇટનું નિર્માણ અને પ્રક્ષેપણ કરે છે, જે એક સ્ટાર્ટઅપ છે. જે સ્પેસ ટેકનોલોજીમાં નિષ્ણાત છે. અર્થ ફાયર એલાયન્સ આગ નિવારણના નિષ્ણાતોને એકત્ર કરે છે, જ્યારે મૂર ફાઉન્ડેશન નાણાકીય સહાય આપે છે. આ ઉપરાંત, કેલિફોર્નિયા યુનિવર્સિટી, બર્કલી ખાતે કામ કરતા રોબર્ટ યોર્કે આગના નિરીક્ષણ અને પર્યાવરણીય અભ્યાસમાં યોગદાન આપ્યું છે. તેઓ બર્કલી, કેલિફોર્નિયામાં સ્થિત છે અને તેમનું સંશોધન જંગલોની આગની પેટર્ન અને તેના ઇકોલોજિકલ પરિણામો પર કેન્દ્રિત છે.
ગૂગલનું 'ક્લાઇમેટ AI પ્રોજેક્ટ આબોહવા પરિવર્તનના ડેટાને વિશ્લેષણ કરે છે. અને ફાયરસેટ સાથે ડેટા શેર કરે છે. નાસાનું 'ફાયર ઇન્ફર્મેશન ફોર રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ' (FIRMS) આગનું નિરીક્ષણ કરે છે, અને ફાયરસેટ સાથે સહયોગ કરી શકે છે. મ્યુઓન સ્પેસના અન્ય સેટેલાઇટ પ્રોજેક્ટ્સ, જેમ કે હવામાન નિરીક્ષણ માટેના મિશન, ફાયરસેટની ક્ષમતા વધારશે. યુરોપિયન સ્પેસ એજન્સીનું 'કોપરનિકસ પ્રોગ્રામ' પણ પર્યાવરણીય દેખરેખમાં સમાન ઉદ્દેશ્ય ધરાવે છે. ફાયરસેટ સાથે ડેટા એક્સચેન્જ કરી શકે છે. આ ક્ષેત્રે યુનિવર્સિટી ઑફ મેરીલેન્ડ ખાતે કામ કરતા ક્રિસ જસ્ટિસે ફાયર મોનિટરિંગ સિસ્ટમ્સ પર સંશોધન કર્યું છે. તેઓ કોલેજ પાર્ક, મેરીલેન્ડમાં સ્થિત છે, તેમનું કાર્ય રિમોટ સેન્સિંગ અને આગના ડેટા મેપિંગ પર કેન્દ્રિત છે.
ફાયરસેટ પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે ૫૦૦ મિલિયનથી ૧ બિલિયન ડોલરની વચ્ચે હોવાનું માનવામાં આવે છે. આ ખર્ચમાં સેટેલાઇટ નિર્માણ (લગભગ $૨૦૦ મિલિયન), પ્રક્ષેપણ ($૧૫૦ મિલિયન), AI સોફ્ટવેર ડેવલપમેન્ટ ($૧૦૦ મિલિયન) અને દસ વર્ર્ષની જાળવણી ($૨૫૦ મિલિયન)નો સમાવેશ થાય છે.
આગથી આઝાદી : અંતરિક્ષ થકી નવી ક્રાંતિ
વર્તમાનમાં ફાયરસેટ આગના જોખમવાળા વિસ્તારો જેમ કે કેલિફોર્નિયા, ઑસ્ટ્રેલિયા અને બ્ર્રાઝિલમાં તાત્કાલિક રાહત પૂરી પાડશે. તે સરકારોને નીતિ ઘડવામાં મદદ કરશે, જેમ કે આગ નિવારણ માટે વધુ સંસાધનો ફાળવવા. ભવિષ્યમાં, ૫૦થી વધુ સેટેલાઇટ્સનું નેટવર્ક પૂર્ણ થતાં, વૈશ્વિક સ્તરે આગનું નિવારણ અને પર્યાવરણીય સંરક્ષણ સુધરશે. આ ટેકનોલોજી આબોહવા પરિવર્તન સામે લડવા, CO2 ઉત્સર્જન ઘટાડવા, જંગલોનું રક્ષણ કરવાં મહત્વની ભૂમિકા ભજવશે. ખેડૂતોને તેમની જમીન અને પાકની સુરક્ષા મળશે, જ્યારે ગ્રામીણ વિસ્તારના રહેવાસીઓને ઘરો અને જીવનનું રક્ષણ થશે. ઉદાહરણ તરીકે, એક નાની આગને શરૂઆતમાં શોધીને લાખો રૂપિયાનું નુકસાન અટકાવી શકાય છે. આ પ્રોજેક્ટની લાંબા ગાળાની બચત, જેમ કે આગથી થતું $10 બિલિયનનું વાર્ષિક નુકસાન ઘટાડવું, તેને આર્થિક રીતે યોગ્ય બનાવે છે. આ ક્ષેત્રે હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે કામ કરતા માટન વેઇટ્ઝમેને ખર્ચ-લાભ વિશ્લેષણ પર સંશોધન કર્યું છે. તેઓ કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સમાં કાર્યરત છે. તેમનું કાર્ય પર્યાવરણીય રોકાણોની આર્થિક અસરો પર કેન્દ્રિત છે.
ફાયરસેટનો સૌથી મોટો ફાયદો એ છે કે તે આગને ઝડપથી શોધીને જાનમાલનું નુકસાન ઘટાડશે. સામાન્ય માણસને સુરક્ષિત રહેઠાણ, ઓછું આર્થિક નુકસાન અને પર્યાવરણીય સંતુલનનો લાભ મળશે. વધુમાં, સેટેલાઇટ ડેટાનો દુરુપયોગ અથવા ગોપનીયતાનો ભંગ થવાની શંકા પણ રહે છે. જેમ કે ખાનગી જમીનની માહિતી લીક થવી. ફાયરસેટ પ્રોજેક્ટ એ વિજ્ઞાન, ટેકનોલોજી અને પર્યાવરણીય સંરક્ષણનું અદ્ભુત સંયોજન છે. તેની સફળતા વિજ્ઞાનીઓ જેમ કે જેમ્સ વર્ટ્ઝ (Caltech), જુલિયટ રોથેનબર્ગ (Stanford), ડેવિડ મિલર (MIT), રોબર્ટ યોર્ક (UC Berkeley), થોમસ પેઇન્ટર (NASA JPL), માર્ટિન વેઇટ્ઝમેન (Harvard), ક્રિસ જસ્ટિસ (University of Maryland), ડેનિયલ એલ્ડર (Yale) અને માઇકલ ઓપેનહાઇમર (Princeton)ના સંશોધન પર આધારિત છે.