કેનેડા, યુએસ, યુકે અને ન્યુઝીલેન્ડમાં ખાલિસ્તાની પ્રદર્શનોનું દસ્તાવેજીકરણ કરનારા બેઝીરગને કહ્યું કે રવિવારે તેમને ડરાવનાર ટોળાનું નેતૃત્વ એક આંદોલનકારી દ્વારા કરવામાં આવ્યું હતું. કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા એક તપાસ પત્રકારને ધમકાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તપાસ પત્રકાર મોચા બેઝીરગને કહ્યું કે વાનકુવર શહેરમાં સાપ્તાહિક રેલી દરમિયાન વીડિયો બનાવતી વખતે તે લોકોએ તેમને ઘેરી લીધા હતા.

