ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. એવામાં અનેક જગ્યાએ પાણી ભરાવાના કારણે લોકો ફસાઈ ગયા હતાં, જેમનું રેસક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતાં. બોટાદના ગઢડા તાલુકાના પીપળીયા ગામે વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. પીપળીયા ગામે વાડી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ બે પરીવારો ફસાયા હતા. ગઈકાલે સાંજના સમયે ધોધમાર વરસાદ થતાં વાડી ફરતું પાણી ભરાય જતા પરીવારો ફસાયા હતા. NDRF ની ટીમ દ્વારા 18 લોકોનું રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવ્યા હતા. અન્ય સ્થળે એક પરીવાર ફસાયેલું છે તેનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી છે.