
બોટાદના ગઢડાના ટાટમ અને હામાપર ગામના પાટીયા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે.
બોટાદના ગઢડાના ટાટમ અને હામાપર ગામના પાટીયા વચ્ચે બુલેટ બાઈક અને અલ્ટો કાર વચ્ચે અકસ્માતમાં દાદા અને પૌત્રીનું મોત થયું છે અને બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
બુલેટના ચાલક ધીરૂભાઈ કલ્યાણભાઈ ડાભી (58 વર્ષ) અને સાનવી સુરેશભાઈ ડાભી (8 વર્ષ) નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતક દાદા-પૌત્રી ગઢડા તાલુકાના રામપરા ગામના હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી. મૃતદેહને પીએમ માટે ગઢડા હોસ્પિટલ ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.