
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના બફાટ સામે કચ્છ કબરાઉ મોગલધામના ચારણ ઋષિબાપુએ ઊગ્ર રોષ વ્યક્ત કર્યો છે. આજે બીજા દિવસે પણ મોગલધામ ખાતે ચારણ ઋષિબાપુએ ઉપવાસ કર્યા છે. સાથે જ મોગલધામમાં દેશભરના સાધુ-સંતોને એક થવા આહવાન કરવામાં આવ્યું છે. અનશનમાં સાધુ-સંતો સાથે અનેક લોકો જોડાઇ રહ્યા છે. ઉપવાસ કર્યું અને ત્યારબાદ તડકામાં બેસીને ચારણ ઋષિબાપુ ઉપવાસ કરશે.
અનશન બાદ ભૂજ સ્વામીનારાયણ મંદિરમાં હલ્લાબોલ કરવાના છે. ચારણ ઋષિબાપુની માગ છે કે બફાટ કરનારાઓને સાધુઓને જેલભેગા કરવામાં આવે, સનાતન વિરૂદ્ધ લખાયેલા પુસ્તકોનો નાશ કરવામાં આવે. ઋષિબાપુએ કહ્યું કે, હવે સહન નથી થતું, સાથે મળીને પાઠ ભણાવવાનો છે. 2 દિવસ મોગલધામમાં બેસીશ, 2 દિવસ બાદ સ્વામિનારાયણના ગુરુકુળમાં હલ્લાબોલ થશે. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે.
ગઢડામાં આહિર સમાજ સહિત વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા સ્વામિનારાયણ મંદિર જઇ સૂત્રોચ્ચાર
ગઢડામાં આહીર સમાજ સહિત વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા સ્વામિનારાયણ મંદિર જઇ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. મંદિર પરિસરમાં, ‘દ્વારકામાં કોણ છે રાજા રણછોડ છે,વડતાલમાં કોણ છે ટકલા ચોર છે’ જેવા ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ ભગવાન દ્વારકાધીશ વિશે કરેલ બફાટને લઈ ઉગ્ર વિરોધ કરાયો હતો. ગઢડાના મુખ્ય માર્ગો ઉપર આહીર સમાજ અને હિન્દૂ સંગઠનોએ વિશાળ રેલી યોજી વિરોધ કર્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ઇતિહાસ સાથે ચેડાં કરી પુસ્તકો બનાવેલ તે રદ કરવાની માંગ સાથે ગઢડા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે.