ઈઝરાયલ અને હમાસ વચ્ચે સીઝફાયરની ચર્ચાઓ વચ્ચે ગાઝા પર હુમલા થઈ રહ્યા છે. ઈઝરાયલે સોમવારે જ ગાઝામાં સ્થિત કેફે, સ્કૂલ અને ભોજન વિતરણ સ્થળે હુમલો કરતાં આશરે 94 લોકો માર્યા ગયા હતાં. યુનાઈટેડ નેશન્સના રિપોર્ટ અનુસાર, છેલ્લા 15 દિવસમાં ઈઝરાયલના હુમલામાં ગાઝાના 1000થી વધુ લોકો માર્યા ગયા છે. ઈઝરાયલના હુમલાના કારણે ગાઝામાં રહેતાં 23 લાખ લોકો સામે ભૂખમરાનું સંકટ ઊભું થયું છે.

