ગુજરાતના ગીર સોમનાથમાંથી કાળજુ કંપી જાય તેવી ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ગીર સોમનાથમાં અકસ્માત (Accident) જોવા ઉભા રહેલા લોકો પર ટ્રકે પલ્ટી મારી હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે..આ અકસ્માતમાં સુભાષ પરમાર અને બાલુ કલોતરાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે સાતથી વધુ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

