
ગોધરાના પરવડી ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ગોધરામાં થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં દોઢ વર્ષીય બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બાઈક પર જતાં પિતા-પુત્રીને અકસ્માત નડ્યો હતો.
બાઇકને ટ્રેલરે પાછળથી ટક્કર મારતા માસૂમ બાળકીનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત કર્યા બાદ ચાલક ટ્રેલર લઈ ભાગી છૂટ્યો હતો. ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મોટી માત્રામાં લોકો એકત્રિત થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.