ગોધરાના જલારામનગર વિસ્તારમાં ગટરલાઇન માટે ખોદવામાં આવેલા ખાડામાં એક યુવક ગરકાવ થઈ ગયો હતો. આ ઘટનાએ નગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક લોકોની મદદથી યુવકને ખાડામાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો. ગટરલાઇનના ખાડા ખુલ્લા રાખવા અને સુરક્ષા નિયમોનું પાલન ન થતું હોવાનો સ્થાનિકોમાં રોષ છે. નગરપાલિકાના જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.