
કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાનો વિજય થયો છે. મહત્ત્વપૂર્ણ છે કે વર્ષ 2025ની શરૂઆતમાં સિટિંગ ધારાસભ્ય કરશન સોલંકીનું અકાળે અવસાન થતાં બેઠક ખાલી થઈ હતી.
રાજેન્દ્ર ચાવડાએ જીત બાદ શું કહ્યું?
રાજેન્દ્ર ચાવડાએ કહ્યું કે કડીના તમામ મતદારોનો આભાર જેમને મને 40 હજાર કરતા વધુ મતથી જીતાડ્યો છે. આ સાથે જ રાજેન્દ્ર ચાવડાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસની ટેવ જ છે કે જ્યારે ચૂંટણી હારે ત્યારે EVM પર ઠીકરું ફોડે છે. જીત બાદ રાજેન્દ્ર ચાવડાએ કહ્યુ કે, જે કામો હશે તેને પુરા કરવાનો પુરો પ્રયાસ કરીશું.
કોણ છે રાજેન્દ્ર ચાવડા?
રાજેન્દ્ર ચાવડા મહેસાણાના જોટાણાના રહેવાસી છે.રાજેન્દ્ર ચાવડા 1980થી ભાજપના સક્રિય સભ્ય છે.તેઓ 1981થી 1986 સુધી મહેસાણા તાલુકા પંચાયતના સભ્ય રહ્યા.રાજેન્દ્ર ચાવડા 1985માં જોટાણાથી વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે. જો કે કોંગ્રેસના માનસિંહ જાદવ સામે તેઓ ચૂંટણી હાર્યા હતા.રાજેન્દ્ર ચાવડાએ અલગ અલગ આંદોલનમાં 10 દિવસનો જેલવાસ પણ ભોગવ્યો છે.