Home / Gujarat / Ahmedabad : Gujarat By Elections 2025: Congress files complaint with Election Commission regarding violation of model code of conduct in by-elections

Gujarat By Elections 2025: પેટાચૂંટણીમાં આચાર સંહિતાના ઉલ્લંઘન અંગે કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ  

Gujarat By Elections 2025: પેટાચૂંટણીમાં આચાર સંહિતાના ઉલ્લંઘન અંગે કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ  

Gujarat By Elections 2025: રાજ્યમાં બે ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણી માટે મતદાન ચાલુ છે.  જૂનાગઢના વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે મતદાન યથાવત્ છે. આ દરમ્યાન કોંગ્રેસે ચૂંટણી પંચમાં આચાર સંહિતાના ભંગની ફરિયાદ નોંધાવી છે. 
 
મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં પેટાચૂંટણીનું મતદાન ચાલુ છે. આ દરમ્યાન કડી વિધાનસભામાં મતદાતાઓને લોભાવવા ભોજન સમારંભોનું આયોજન કરવામાં આવ્યું છે. થોળ સહિતના ગામોમાં ભાજપના ઉમેદવારને મત આપવા આવતા મતદાતાઓ માટે ભોજન સમારંભ ગોઠવાયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિસાવદરમાં ભાજપ ઉમેદવાર કમળના ચિન્હ સાથે મતદાન મથકમાં જતા ફરિયાદ કરવામાં આવશે. ભાજપના આગેવાનોને વિધાનસભા વિસ્તારમાં રહેવા દેવાયા જ્યારે કોંગ્રેસના આગેવાનોને બહાર કાઢી મૂકવા સંદર્ભે પણ કોંગ્રેસની નારાજગી જોવા મળી છે. ચૂંટણીની આચાર સંહિતા ભંગ બદલ કોંગ્રેસે કેન્દ્રીય ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
Related News

Icon