
Gujarat Revenue Department Transfer Order : ગુજરાતના મહેસૂલ વિભાગના કર્મચારીઓને લઈને સમાચાર સામે આવ્યા છે. જેમાં વિભાગ દ્વારા મોટાપાયે ફેરફાર કરીને 157 નાયબ મામલતદાર અને 57 રેવન્યુ કલાર્કની બદલીના આદેશ કર્યા છે. જેમાં સાબરકાંઠાના જિલ્લામાં 12 નાયબ મામલતદારની બદલીથી નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાતના મહેસૂલ વિભાગ દ્વારા નાયબ મામલતદાર, વર્ગ-3 સંવર્ગના કર્મચારીઓની આંતર જિલ્લા બદલીને લઈને નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમાં મહેસૂલ વિભાગ હેઠળના નાયબ મામલતદારનું નામ, હાલની ફરજનું સ્થળ અને બદલીથી નિમણૂક કરાયેલા જિલ્લાની યાદી જાહેર કરી છે.