Home / World : Foreign students will not able to study at Harvard University; Trump imposes ban

વિદેશી વિદ્યાર્થીઓ હવે Harvard Universityમાં અભ્યાસ નહિ કરી શકે; ટ્રમ્પ સરકારે મૂક્યા પ્રતિબંધ

વિદેશી વિદ્યાર્થીઓ હવે Harvard Universityમાં અભ્યાસ નહિ કરી શકે; ટ્રમ્પ સરકારે મૂક્યા પ્રતિબંધ

Harvard University and Donald Trump news : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનું વહીવટીતંત્ર હાર્વર્ડ યુનિવર્સિટીની પાછળ જ પડી ગયું છે. ટ્રમ્પ સરકાર દ્વારા હાર્વર્ડ યુનિવર્સિટી સામે ફરી એકવાર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હવે Harvard University વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી નહીં શકે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તપાસ પૂર્ણ થવા સુધી પ્રતિબંધ લાગુ રહેશે 
ગૃહ સુરક્ષા સચિવે એક પત્ર લખીને કહ્યું છે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે. સરકારનો આરોપ છે કે હાર્વર્ડમાં યહૂદી વિરોધી ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે મળીને કામ થઈ રહ્યું છે. સરકાર કહે છે કે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો એ એક વિશેષાધિકાર છે, અધિકાર નથી.

હાર્વર્ડ સામે મૂકી આ શરત! 
જોકે, હાર્વર્ડ યુનિવર્સિટીને મોકલવામાં આવેલા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, જો હાર્વર્ડ આગામી શૈક્ષણિક શાળા વર્ષ પહેલાં સ્ટુડન્ટ અને એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ સર્ટિફિકેશન પાછું મેળવવાની તક ઇચ્છે છે, તો 72 કલાકની અંદર જરૂરી માહિતી પૂરી પાડે.  

788 ભારતીયો હાલમાં અભ્યાસ કરી રહ્યા છે હાર્વર્ડમાં 
યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ અનુસાર, દર વર્ષે 500-800 ભારતીય વિદ્યાર્થીઓ અને વિદ્વાનો હાર્વર્ડમાં અભ્યાસ કરે છે. હાલમાં, હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભારતના 788 વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ છે. હાર્વર્ડની સ્થાપના 1636માં થઈ હતી અને તે વિશ્વની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક છે.

 

Related News

Icon