Home / World : US: Trump bans visas for foreign students at Harvard; know what the plan is

US: Harvardમાં વિદેશી વિદ્યાર્થીઓના વિઝા પર ટ્રમ્પે મૂક્યો પ્રતિબંધ; જાણો શું છે પ્લાન

US: Harvardમાં વિદેશી વિદ્યાર્થીઓના વિઝા પર ટ્રમ્પે મૂક્યો પ્રતિબંધ; જાણો શું છે પ્લાન

Harvard University: ટ્રમ્પ સતત પોતાના નિવેદનોથી દુનિયાને ચોંકાવી રહ્યા છે. છેલ્લાં ઘણા સમયથી ચાલી રહેલો હાર્વર્ડ યુનિવર્સિટીનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. કારણ કે, ટ્રમ્પે હાર્વર્ડમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે વિઝા પર પ્રતિબંધ લગાવ્યો છે. બુધવારે (5 જૂન) વ્હાઇટ હાઉસે આ વિશે જાણકારી આપી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વ્હાઇટ હાઉસનું નિવેદન
વ્હાઇટ હાઉસે બુધવારે (5 જૂન) કહ્યું કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ લગાવવાના જાહેરાતપત્ર પર સહી કરી છે. આ જાહેરાત શૈક્ષણિક સંસ્થા સાથે વધતા વિવિાદ વચ્ચે કરવામાં આવી છે.  

મળતી માહિતી મુજબ, ગત મહિને અમેરિકન વિદેશ વિભાગે વિદેશમાં પોતાના તમામ વાણિજ્ય દૂતાવાસોને આદેશ આપ્યો હતો કે, કોઈપણ કારણોસર હાર્વર્ડ યુનિવર્સિટીની યાત્રા કરવા માટે ઇચ્છુક વિઝા અરજીની વધારાની તપાસ શરૂ કરે. 

ટ્રમ્પ પ્રશાસનની પ્રવાસી વિઝા માટે 1 હજાર ડૉલરની ફીની યોજના
ટ્રમ્પ પ્રશાસન પ્રવાસી અને અન્ય નોન-ઇમિગ્રન્ટ વિઝા અરજદારો માટે ઝડપી ઇન્ટરવ્યુ માટે 1,000 ડૉલર ફી લાદવાનું વિચારે છે. જોકે, સરકારી વકીલોએ આ યોજના પર કાયદાકીય ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકામાં પ્રવાસી અને નોન-ઇમિગ્રન્ટ વિઝા પર પ્રવેશ કરનારા લોકોને તમામ 185 ડૉલરની પ્રક્રિયાગત ફી ભરવાની રહે છે. ભવિષ્યની યોજનામાં 1000 ડૉલરનો વિકલ્પ એક પ્રીમિયમ સેવા હશે, જે અમુક લોકોને વિઝા લેવાની લાઇનમાં સૌથી આગળ આવવાની તક આપશે. 

50 લાખ ડૉલરમાં અમેરિકન નાગરિકતા 
ડિસેમ્બરમાં નાગરિકતા માટેની યોજના શરૂ થઈ શકે છે. વિઝા એપોઇન્ટમેન્ટ માટેની પ્રસ્તાવિત ફી, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગોલ્ડ કાર્ડના દ્રષ્ટિકોણ સાથે આવે છે, જે પચાસ લાખ ડૉલરમાં અમેરિકાની નાગરિકતા આપવાની યોજના છે. જોકે, રાજ્ય વિભાગની કાનૂની ટીમે કહ્યું કે, આ યોજનાની વ્હાઇટ હાઉસ બજેટ કાર્યાલય દ્વારા અસ્વીકૃત થવાની અથવા કોર્ટમાં રદ થવાની સંભાવના ખૂબ જ વધુ છે.

 

Related News

Icon