
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય તે માટે જિલ્લા આરોગ્ય ટીમો સતત ચેકિંગ કરી રહી છે. આ દરમિયાન ખેડા જિલ્લાના નડિયાદમાં મહાનગરપાલિકાની ટીમે નડિયાદ-પેટલાદ રોડ પર આવેલી ભાગ્યોદય રેસ્ટોરન્ટમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ઘણી ખામીઓ જોવા મળી હતી. ભાગ્યોદય રેસ્ટોરન્ટના ઓનરને નડિયાદ મહાનગરપાલિકા દ્વારા 50 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.
નડિયાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર અને અધિકારીઓએ રેસ્ટોરન્ટના કિચનની તપાસ કરતાં ઘણી ગંભીર ખામીઓ સામે આવી હતી. તપાસ દરમિયાન કિચનમાં ખુલ્લો ખોરાક જોવા મળ્યો, જે આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આ ઉપરાંત, કિચનમાં ધુમાડો નીકળવા માટે કોઈ વેન્ટિલેશનની વ્યવસ્થા ન હતી, જેના કારણે હવાની ગુણવત્તા પર અસર થઈ શકે છે.